________________
૯૦ ]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ ज्ञानावस्थत्वान्निर्मूढश्च। निखिलदुरितवीरवैरिवाहिनीदुःप्रवेशनिजशुद्धान्तस्तत्त्वमहादुर्गनिलयत्वान्निर्भयः। अयमात्मा ह्युपादेयः इति। तथा चोक्तममृताशीतो
(માલિની) "स्वरनिकरविसर्गव्यंजनाद्यक्षरैर्यद् रहितमहितहीनं शाश्वतं मुक्तसंख्यम्।
अरसतिमिररूपस्पर्शगंधाम्बुवायु
क्षितिपवनसखाणुस्थूलदिक्चक्रवालम्॥" તથા દિ–
(માનિની) दुरघवनकुठारः प्राप्तदुष्कर्मपारः परपरिणतिदूरः प्रास्तरागाब्धिपूरः । हतविविधविकारः सत्यशर्माब्धिनीरः सपदि समयसारः पातु मामस्तमारः॥६२॥
એવા નિજ શુદ્ધ અંત:તત્ત્વરૂપ મહા દુર્ગમાં (કિલ્લામાં) વસતો હોવાથી આત્મા નિર્ભય છે. આવો આ આત્મા ખરેખર ઉપાદેય છે.
એવી રીતે (શ્રી યોગીંદ્રદેવકૃત) અમૃતાશીતિમાં (૫૭મા શ્લોક દ્વારા) કઇંડું છે કે :
“શ્લિોકાર્થ –] આત્મતત્ત્વ સ્વરસમૂહ, વિસર્ગ ને વ્યંજનાદિ અક્ષરો રહિત તથા સંખ્યા રહિત છે (અર્થાતુ અક્ષર અને અંકનો આત્મતત્ત્વમાં પ્રવેશ નથી), અહિત વિનાનું છે, શાશ્વત છે, અંધકાર તેમ જ સ્પર્શ, રસ, ગંધ અને રૂપ વિનાનું છે, પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુના અણુઓ રહિત છે તથા સ્થૂલ દિચક્ર (દિશાઓના સમૂહ) રહિત છે.'
વળી (૪૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ સાત શ્લોક કહે છે):
[શ્લોકાર્થ –] જે (સમયસાર) દુષ્ટ પાપોના વનને છેદવાનો કુહાડો છે, જે દુષ્ટ કર્મોના પારને પહોંચ્યો છે (અર્થાત્ જેણે કર્મોનો અંત આણ્યો છે), જે પરપરિણતિથી દૂર