________________
Version 002: remember to check htîp://www.AtmaDharma.com for updates
૭૨ ]
[ભગવાનશ્રીકુંદકુંદ
शुद्धपुद्गलपरमाणुना गृहीतं नभःस्थलमेव प्रदेशः । एवंविधाः पुद्गलद्रव्यस्य प्रदेशाः संख्याता असंख्याता अनन्ताश्च। लोकाकाशधर्माधर्मैकजीवानामसंख्यातप्रदेशा भवन्ति । इतरस्यालोकाकाशस्यानन्ताः प्रदेशा भवन्ति । कालस्यैकप्रदेशो भवति, अतः कारणादस्य कायत्वं न भवति अपि तु द्रव्यत्वमस्त्येवेत्ति ।
નિયમસાર
(ઉપેન્દ્રવન્દ્રા) पदार्थरत्नाभरणं मुमुक्षोः
कृतं मया कंठविभूषणार्थम्। अनेन धीमान् व्यवहारमार्गं बुद्धा पुनर्बोधति शुद्धमार्गम् ।। ५२ ।।
पोग्गलदव्वं मुत्तं मुत्तिविरहिया हवंति सेसाणि। चेदणभावो जीवो चेदणगुणवज्जिया सेसा ।। ३७ ।।
શુદ્ધપુદ્દગલપરમાણુ વડે રોકાયેલું આકાશસ્થળ જ પ્રદેશ છે (અર્થાત્ શુદ્ધ પુદ્દગલરૂપ ૫૨માણુ આકાશના જેટલા ભાગને રોકે તેટલો ભાગ તે આકાશનો પ્રદેશ છે). પુદ્દગલદ્રવ્યને *એવા પ્રદેશો સંખ્યાત, અસંખ્યાત અને અનંત હોય છે. લોકાકાશને, ધર્મને, અધર્મને તથા એક જીવને અસંખ્યાત પ્રદેશો છે. બાકીનું જે અલોકાકાશ તેને અનંત પ્રદેશો છે. કાળને એક પ્રદેશ છે, તે કારણથી તેને કાયપણું નથી પરંતુ દ્રવ્યપણું છે જ.
[હવે આ બે ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ]
[ શ્લોકાર્થ:-] પદાર્થોરૂપી ( -છ દ્રવ્યોરૂપી ) રત્નોનું આભરણ મેં મુમુક્ષુના કંઠની શોભા અર્થે બનાવ્યું છે; એના વડે ધીમાન પુરુષ વ્યવહારમાર્ગને જાણીને, શુદ્ઘમાર્ગને પણ જાણે છે. પર.
છે મૂર્ત પુદ્ગલદ્રવ્ય, શેષ પદાર્થ મૂર્તિવિહીન છે; ચૈતન્યયુત છે જીવ ને ચૈતન્યવર્જિત શેષ છે. ૩૭.
* આકાશના પ્રદેશની માફક, કોઈ પણ દ્રવ્યનો એક પરમાણુ વડે વ્યપાવાયોગ્ય જે અંશ તેને તે દ્રવ્યનો પ્રદેશ કહેવામાં આવે છે. દ્રવ્યે પુદ્દગલ એકપ્રદેશી હોવા છતાં પર્યાયે સ્કંધપણાની અપેક્ષાએ પુદ્દગલને બે પ્રદેશોથી માંડીને અનંત પ્રદેશો પણ સંભવે છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com