SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] અજીવ અધિકાર [૫૭ स्वभावपुद्गलस्वरूपाख्यानमेतत्। तिक्तकटुककषायाम्लमधुराभिधानेषु पंचसु रसेष्वेकरसः, श्वेतपीतहरितारुणकृष्णवर्णेष्वेकवर्णः, सुगन्धदुर्गन्धयोरेकगंधः, कर्कशमृदुगुरुलघुशीतोष्णस्निग्धरूक्षाभिधानामष्टानामन्त्यचतुःस्पर्शाविरोधस्पर्शनद्वयम्, एते परमाणोः स्वभावगुणाः जिनानां मते। विभावगुणात्मको विभावपुद्गलः। अस्य द्वयणुकादिस्कंधरूपस्य विभावगुणाः सकलकरणग्रामग्राह्या इत्यर्थः। तथा चोक्तं पंचास्तिकायसमये "एयरसवण्णगंधं दोफासं सद्दकारणमसइं। खंधंतरिदं दव्वं परमाणं तं वियाणाहि।।'' उक्तं च मार्गप्रकाशेઇન્દ્રિયોથી ગ્રાહ્ય ) [ રૂતિ મળત: ] કહેલ છે. ટીકાઃ-આ, સ્વભાવપુગલના સ્વરૂપનું કથન છે. તીખો, કડવો, કષાયલો, ખાટો અને મીઠો એ પાંચ રસોમાંનો એક રસ; ધોળો, પીળો, લીલો, રાતો અને કાળો એ (પાંચ) વર્ણોમાંનો એક વર્ણ સુગંધ અને દુર્ગધમાંની એક ગંધ; કઠોર, કોમળ, ભારે, હળવો, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ (ચીકણો) અને રૂક્ષ (લૂખો) એ આઠ સ્પર્શોમાંથી છેલ્લા ચાર સ્પર્શોમાંના અવિરુદ્ધ બે સ્પર્શ આ, જિનોના મતમાં પરમાણના સ્વભાવગુણો છે. વિભાવપુદ્ગલ વિભાવગુણાત્મક હોય છે. આ "દ્ધિ-અણુકાદિસ્કંધરૂપ વિભાવપુદ્ગલના વિભાવગુણો સકળ ઇન્દ્રિયસમૂહુ વડે ગ્રાહ્ય (જણાવાયોગ્ય) છે.-આમ (આ ગાથાનો) અર્થ છે. એવી રીતે (શ્રીમદભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત ) શ્રી પંચાસ્તિકાયસમયમાં (૮૧ મી ગાથા દ્વારા ) કહ્યું છે કે “[ ગાથાર્થ:- ] એક રસવાળો, એક વર્ણવાળો, એક ગંધવાળો અને બે સ્પર્શવાળો તે પરમાણુ શબ્દનું કારણ છે, અશબ્દ છે અને સ્કંધની અંદર હોય તોપણ દ્રવ્ય છે (અર્થાત્ સદાય સર્વથી ભિન્ન, શુદ્ધ એક દ્રવ્ય છે).'' વળી માર્ગ પ્રકાશમાં (શ્લોક દ્વારા) કહ્યું છે કે:૧. બે પરમાણુઓથી માંડીને અનંત પરમાણુઓનો બનેલો સ્કંધ તે વિભાવપુદ્ગલ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy