________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
અજીવ અધિકાર
[ ૫૩
(માનિની) इति विविधविकल्पे पुद्गले दृश्यमाने न च कुरु रतिभावं भव्यशार्दूल तस्मिन्। कुरु रतिमतुलां त्वं चिचमत्कारमात्रे भवसि हि परमश्रीकामिनीकामरूपः।। ३८ ।।
धाउचउक्कस्स पुणो जं हेऊ कारणं ति तं णेयो। खंधाणं अवसाणं णादव्वो कजुपरमाणू।। २५ ।।
धातुचतुष्कस्य पुनः यो हेतुः कारणमिति स ज्ञेयः। स्कन्धानामवसानो ज्ञातव्यः कार्यपरमाणुः ।। २५ ।।
कारणकार्यपरमाणुद्रव्यस्वरूपाख्यानमेतत्।
पृथिव्यप्तेजोवायवो धातवश्चत्वारः तेषां यो हेतुः स कारणपरमाणुः। स एव जघन्यपरमाणु: स्निग्धरूक्षगुणानामानन्त्याभावात् समविषमबंधयोरयोग्य इत्यर्थः।
[ શ્લોકાર્થ-] આ રીતે વિવિધ ભેદોવાળું પુદ્ગલ જોવામાં આવતાં, હે ભવ્યશાર્દૂલ ! (ભવ્યોત્તમ!) તું તેમાં રતિભાવ ન કર. ચૈતન્યચમત્કારમાત્રમાં (અર્થાત્ ચૈતન્યચમત્કારમાત્ર આત્મામાં ) તું અતુલ રતિ કર કે જેથી તું પરમશ્રીરૂપી કામિનીનો વલ્લભ થઈશ. ૩૮.
જે હેતુ ધાતુચતુષ્કનો તે કારણાણુ જાણવો; સ્કંધો તણા અવસાનને વળી કાર્યપરમાણુ કહ્યો. ૨૫.
અન્વયાર્થ પુન:] વળી [: ] જે [ ધાતુવતુષ્ય] (પૃથ્વી, પાણી, તેજ ને વાયુએ) ચાર ધાતુઓનો [ હેતુ:] હેતુ છે, [૧] તે [IR” તિ જ્ઞય:] કારણપરમાણુ જાણવો; [ીનામું] સ્કંધોના [અવસાનઃ] અવસાનને (-છૂટા પડેલા અવિભાગી અંતિમ અંશને ) [વાર્યપરમાણુ: ] કાર્યપરમાણુ [ જ્ઞાતવ્ય: ] જાણવો.
ટીકા-આ, કારણપરમાણુદ્રવ્ય અને કાર્યપરમાણુદ્રવ્યના સ્વરૂપનું કથન છે.
પૃથ્વી, જળ, તેજ ને વાયુ એ ચાર ધાતુઓ છે; તેમનો જે હેતુ છે તે કારણપરમાણુ છે. તે જ (પરમાણુ ), એક ગુણ સ્નિગ્ધતા કે રૂક્ષતા હેતાં, સમ કે વિષમ બંધને અયોગ્ય એવો જઘન્ય પરમાણુ છે-એમ અર્થ છે. એક ગુણ સ્નિગ્ધતા કે રૂક્ષતાની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com