________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
स्निग्धरूक्षगुणानामनन्तत्वस्योपरि द्वाभ्याम् चतुर्भिः समबन्धः त्रिभिः पञ्चभिर्विषमबन्धः। अयमत्कष्टपरमाणः। गलतां पदगलद्रव्याणाम अन्तोऽवसानस्तस्मिन स्थितो यः स कार्यपरमाणुः। अणवश्चतुर्भेदाः कार्यकारणजघन्योत्कृष्टभेदैः। तस्य परमाणुद्रव्यस्य स्वरूपस्थितत्वात् विभावाभावात् परमस्वभाव इति।
तथा चोक्तं प्रवचनसारे
‘‘દ્ધિા વા સુવqા વા મyપરિણામ સમા વ વિસમાં વા
समदो दुराधिगा जदि बज्झंति हि आदिपरिहीणा।। णिद्धत्तणेण दुगुणो चदुगुणणिद्धेण बंधमणुभवदि। તુવેઇ વા તિળવો નુ દ્રિ પવાનનુરોાા''
ઉપર, બે ગુણવાળાનો અને ચાર ગુણવાળાનો *સમબંધ થાય છે તથા ત્રણ ગુણવાળાનો અને પાંચ ગુણવાળાનો *વિષમબંધ થાય છે, આ ઉત્કૃષ્ટ પરમાણુ છે. ગળતાં અર્થાત્ છૂટાં પડતાં પુદ્ગલદ્રવ્યોના અંતમાં અવસાનમાં (અંતિમ દશામાં) સ્થિત તે કાર્યપરમાણુ છે (અર્થાત્ સ્કંધો ખંડિત થતાં થતાં જે નાનામાં નાનો અવિભાગ ભાવ રહે તે કાર્યપરમાણુ છે). (આમ ) અણુઓના (-પરમાણુઓના) ચાર ભેદ છેઃ કાર્ય, કારણ, જઘન્ય ને ઉત્કૃષ્ટ. તે પરમાણુદ્રવ્ય સ્વરૂપમાં સ્થિત હોવાથી તેને વિભાવનો અભાવ છે, માટે (તેને) પરમ સ્વભાવ છે.
એ જ રીતે (શ્રીમદભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી પ્રવચનસારમાં (૧૬૫ મી અને ૧૬૬ મી ગાથા દ્વારા ) કહ્યું છે કે
““[ ગાથાર્થ-] પરમાણુ-પરિણામો, સ્નિગ્ધ હો કે રૂક્ષ હો, બેકી અંશવાળા હો કે એક અંશવાળા હો, જો સમાન કરતાં બે અધિક અંશવાળા હોય તો બંધાય છે; જઘન્ય અંશવાળો બંધાતો નથી.
સ્નિગ્ધપણે બે અંશવાળો પરમાણુ ચાર અંશવાળા સ્નિગ્ધ (અથવા રૂક્ષ) પરમાણુ સાથે બંધ અનુભવે છે; અથવા રૂક્ષપણે ત્રણ અંશવાળો પરમાણુ પાંચ અંશવાળા સાથે જોડાયો થકો બંધાય છે.''
* સમબંધ એટલે બેકી ગુણવાળા પરમાણુઓનો બંધ અને વિષમબંધ એટલે એકી ગુણવાળા
પરમાણુઓનો બંધ. અહીં (ટકામાં) સમબંધનું અને વિષમબંધનું એકેક ઉદાહરણ આપ્યું છે તે પ્રમાણે બધાય સમબંધો અને વિષમબંધો સમજી લેવા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com