________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
જીવ અધિકાર
[ ૪૩
(વસંતતિન1) संज्ञानभावपरिमुक्तविमग्धजीव: कुर्वन् शुभाशुभमनेकविधं स कर्म। निर्मुक्तिमार्गमणुमप्यभिवाञ्छितुं नो जानाति तस्य शरणं न समस्ति लोके।। ३२ ।।
(વસંતતિન1) यः कर्मशर्मनिकरं परिहृत्य सर्वं निष्कर्मशर्मनिकरामृतवारिपूरे। मजुन्तमत्यधिकचिन्मयमेकरूपं स्वं भावमद्वयममुं समुपैति भव्यः।। ३३ ।।
(માલિની) असति सति विभावे तस्य चिन्तास्ति नो न: सततमनुभवामः शुद्धमात्मानमेकम्। हृदयकमलसंस्थं सर्वकर्मप्रमुक्तं न खलु न खलु मुक्तिर्नान्यथास्त्यस्ति तस्मात्।। ३४ ।।
નિરોધથી સંસારનો નિરોધ થાય છે. ૩૧.
[શ્લોકાર્થ-] જે જીવ સમ્યજ્ઞાનભાવરહિત વિમુગ્ધ (મોહી, ભ્રાન્ત) છે, તે જીવ શુભાશુભ અનેકવિધ કર્મને કરતો થકો મોક્ષમાર્ગને લેશમાત્ર પણ વાંછવાનું જાણતો નથી; તેને લોકમાં (કોઈ ) શરણ નથી. ૩ર.
[શ્લોકાર્થ:-] જે સમસ્ત કર્મજનિત સુખસમૂહને પરિહરે છે, તે ભવ્ય પુરુષ નિષ્કર્મ સુખસમૂહુરૂપી અમૃતના સરોવરમાં મગ્ન થતા એવા આ અતિશયચૈતન્યમય, એકરૂપ, અદ્વિતીય નિજ ભાવને પામે છે. ૩૩.
[ શ્લોકાર્થ:-1 (અમારા આત્મસ્વભાવમાં) વિભાવ અસત્ હોવાથી તેની અમને ચિંતા નથી; અમે તો હૃદયકમળમાં સ્થિત, સર્વ કર્મથી વિમુક્ત, શુદ્ધ આત્માને એકને સતત અનુભવીએ છીએ, કારણ કે અન્ય કોઈ પ્રકારે મુક્તિ નથી, નથી, નથી જ. ૩૪
Please inform us of any errors on rajesh@AtmaDharma.com