________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
पल्योपमायुषः।
रत्नशर्करावालुकापंकधूमतमोमहातमःप्रभाभिधानसप्तपृथ्वीनां भेदान्नारकजीवाः सप्तधा भवन्ति। प्रथमनरकस्य नारका ोकसागरोपमायषः। द्वितीयनरकस्य नारकाः त्रिसागरोपमायुषः। तृतीयस्य सप्त। चतुर्थस्य दश। पंचमस्य सप्तदश। षष्ठस्य द्वाविंशतिः। सप्तमस्य त्रयस्त्रिंशत्। अथ विस्तरभयात् संक्षेपेणोच्यते। तिर्यञ्चः
સૂક્ષ્મ ન્દ્રિયपर्याप्तकापर्याप्तकबादरैकेन्द्रियपर्याप्तकापर्याप्तकद्वींद्रियपर्याप्तकापर्याप्तकत्रीन्द्रियपर्याप्तकापय fकचतुरिन्द्रियपर्याप्तकापर्याप्तकासंज्ञिपंचेन्द्रियपर्याप्तकापर्याप्तकसंज्ञिपंचेन्द्रियपर्याप्तकापर्याप तकभेदाचतुर्दशभेदा भवन्ति। भावनव्यंतरज्योतिःकल्पवासिकभेदाद्देवाश्चतुर्णिकायाः। एतेषां चतुर्गतिजीवभेदानां भेदो लोकविभागाभिधानपरमागमे दृष्टव्यः। इहात्मस्वरूपप्ररूपणान्तरायहेतुरिति पूर्वसूरिभिः सूत्रकृद्भिरनुक्त इति। અને એક પલ્યોપમ, બે પલ્યોપમ અથવા ત્રણ પલ્યોપમના આયુષવાળા છે.
રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા ધૂમપ્રભા, તમ:પ્રભા અને મહાતમ:પ્રભા નામની સાત પૃથ્વીના ભેદને લીધે નારક જીવો સાત પ્રકારે છે. પહેલી નરકના નારકો એક સાગરોપમના આયુષવાળા છે, બીજી નરકના નારકો ત્રણ સાગરોપમના આયુષવાળા છે, ત્રીજી નરકના નારકો સાત સાગરોપમના આયુષવાળા છે, ચોથી નરકના નારકો દસ સાગરોપમ, પાંચમી નરકના સત્તર સાગરોપમ, છઠ્ઠી નરકના બાવીશ સાગરોપમ અને સાતમી નરકના નારકો તેત્રીશ સાગરોપમના આયુષવાળા છે.
હવે વિસ્તારના ભયને લીધે સંક્ષેપથી કહેવામાં આવે છે:
તિર્યંચોના ચૌદ ભેદ છેઃ (૧-૨) સૂક્ષ્મ એકંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, (૩-૪) બાદર એકંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, (૫-૬) હીન્દ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, (૭-૮) ટીંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, (૯-૧૦) ચતુરિંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, (૧૧-૧૨) અસંજ્ઞી પંચંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, (૧૩-૧૪) સંજ્ઞી પંચેંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત.
દેવોના ચાર નિકાય (સમૂહ) છેઃ (૧) ભવનવાસી, (૨) વ્યંતર, (૩) જ્યોતિષ્ક અને (૪) કલ્પવાસી.
- આ ચાર ગતિના જીવોના ભેદોના ભેદ લોકવિભાગ નામના પરમાગમમાં જોઈ લેવા. અહીં (આ પરમાગમમાં) આત્મસ્વરૂપના નિરૂપણમાં અંતરાયનો હેતુ થાય તેથી સૂત્રર્તા પૂર્વાચાર્યમહારાજે (તે વિશેષ ભેદો) કહ્યા નથી.
[ હવે આ બે ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોકો કહે છે: ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com