________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
सण्णाणं चउभेयं मदिसुदओही तहेव मणपजं। अण्णाणं तिवियप्पं मदियाई भेददो चेव।। १२ ।।
केवलमिन्द्रियरहितं असहायं तत्स्वभावज्ञानमिति। संज्ञानेतरविकल्पे विभावज्ञानं भवेद द्विविधम।। ११ ।। संज्ञानं चतुर्भेदं मतिश्रुतावधयस्तथैव मनःपर्ययम्। अज्ञानं त्रिविकल्पं मत्यादेर्भेदतश्चैव।।१२ ।।
अत्र च ज्ञानभेदमुक्तम्।
निरुपाधिस्वरूपत्वात् केवलम् , निरावरणस्वरूपत्वात् क्रमकरणव्यवधानापोढम् ,
મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય-ભેદ છે સુજ્ઞાનના; કુમતિ, કુઅવધિ, કુશ્રુત-એ ત્રણ ભેદ છે અજ્ઞાનના. ૧૨.
અન્વયાર્થીનું વનમ] જે (જ્ઞાન) કેવળ, [ન્દ્રિયદિતમ] ઇન્દ્રિયરહિત અને [ સાં ] અસહાય છે, [ તત] તે [ સ્વભાવજ્ઞાનનું તિ] સ્વભાવજ્ઞાન છે; [ સંજ્ઞાનેતરવિન્દુ] સમ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાનરૂપ ભેદ પાડવામાં આવતાં, [ વિમાવજ્ઞાન] વિભાવજ્ઞાન [ દ્વિવિધું ભવેત્ ] બે પ્રકારનું છે.
[ સંજ્ઞાન] સમ્યજ્ઞાન [વતુર્મવં] ચાર ભેદવાળું છે : [ ગતિશ્રુતા વધય. તથા પ્રવ મન:પર્યય ] મતિ, શ્રુત, અવધિ તથા મન:પર્યય; [અજ્ઞાન ર વ ] અને અજ્ઞાન (-મિથ્યાજ્ઞાન) [ મત્યાઃ મેવત:] મતિ આદિના ભેદથી [ ત્રિવિત્પન્] ત્રણ ભેદવાળું છે.
ટીકા:-અહીં (આ ગાથાઓમાં) જ્ઞાનના ભેદ કહ્યા છે.
જે ઉપાધિ વિનાના સ્વરૂપવાળું હોવાથી કેવળ છે, આવરણ વિનાના સ્વરૂપવાળું હોવાથી કમ, ઇંદ્રિય અને (દેશ-કાળાદિ ) વ્યવધાન રહિત છે, એક એક (સર્વને જાણનારો) કેવળજ્ઞાનોપયોગ પ્રગટે છે. માટે સહજજ્ઞાનોપયોગ કારણ છે અને કેવળજ્ઞાનોપયોગ કાર્ય છે. આમ હોવાથી સહજજ્ઞાનોપયોગને કારણસ્વભાવજ્ઞાનોપયોગ કહેવાય છે અને કેવળજ્ઞાનોપયોગને કાર્યસ્વભાવજ્ઞાનોપયોગ કહેવાય છે.
૧ કેવળ = એકલું; નિર્ભેળ; શુદ્ધ. ૨ વ્યવધાન=આડ; પડદો; અંતર; આંતર; વિજ્ઞ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com