________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ અધિકાર
[૨૭
अप्रतिवस्तुव्यापकत्वात् असहायम्, तत्कार्यस्वभावज्ञानं भवति । कारणज्ञानमपि तादृशं
ભવતિા
ભુત,
निजपरमात्मस्थितसहजदर्शनसहजचारित्रसहजसुखसहजपरमचिच्छक्तिनिजकारणपरिच्छेत्तुं समर्थत्वात् तथाविधमेव । इति
समयसारस्वरूपाणि शुद्धज्ञानस्वरूपमुक्तम् ।
च युगपत्
इदानीं शुद्धाशुद्धज्ञानस्वरूपभेदस्त्वयमुच्यते । अनेकविकल्पसनाथं मतिज्ञानम् उपलिब्धभावनोपयोगाच्च अवग्रहादिभेदाच्च बहुबहुविधादिभेदाद्वा। लब्धिभावनाभेदाच्छ्रुतज्ञानं द्विविधम्। देशसर्वपरमभेदादवधिज्ञानं त्रिविधम् । ऋजुविपुलमतिविकल्पान्मन:पर्ययज्ञानं च द्विविधम्। परमभावस्थितस्य सम्यग्दृष्टेरेतत्संज्ञानचतुष्कं भवति।
વસ્તુમાં નહિ વ્યાપતું હોવાથી (–સમસ્ત વસ્તુઓમાં વ્યાપતું હોવાથી ) અસહાય છે, તે કાર્યસ્વભાવજ્ઞાન છે. કારણજ્ઞાન પણ તેવું જ છે. શાથી ? નિજ પરમાત્મામાં રહેલાં સહજદર્શન, સહજચારિત્ર, સહજસુખ અને સહજપ૨મચિત્શક્તિરૂપ નિજ કારણ-સમયસારનાં સ્વરૂપોને યુગપદ્ જાણવાને સમર્થ હોવાથી તેવું જ છે. આમ શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ કહ્યું.
હવે આ ( નીચે પ્રમાણે ), શુદ્ધાશુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ અને ભેદ કહેવામાં આવે છે : ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગથી તથા `અવગ્રહાદિ ભેદથી અથવા બહુ, બહુવિધ વગેરે ભેદથી મતિજ્ઞાન અનેક ભેદવાળું છે. લબ્ધિ અને ભાવનાના ભેદથી શ્રુતજ્ઞાન બે પ્રકારનું છે. દેશ, સર્વ અને પરમના ભેદથી (અર્થાત્ દેશાધિ, સર્વાધિ અને પરમાધિ એવા ત્રણ ભેદોને લીધે ) અવધિજ્ઞાન ત્રણ પ્રકારનું છે. ઋામતિ અને વિપુલમતિના ભેદને લીધે મન:પર્યયજ્ઞાન બે પ્રકારનું છે. પરમભાવમાં સ્થિત
૧. મતિજ્ઞાન ત્રણ પ્રકારનું છે: ઉપલબ્ધિ, ભાવના અને ઉપયોગ. મતિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ જેમાં નિમિત્ત છે એવી અર્થગ્રહણશક્તિ (-પદાર્થને જાણવાની શક્તિ) તે ઉપલબ્ધિ છે; જાણેલા પદાર્થ પ્રત્યે ફરીફરીને ચિંતન તે ભાવના છે; ‘આ કાળું છે, ‘ આ પીળું છે’ ઇત્યાદિરૂપે અર્થગ્રહણવ્યાપાર (-પદાર્થને જાણવાનો વ્યાપાર ) તે ઉપયોગ છે.
,
૨. મતિજ્ઞાન ચાર ભેદવાળું છેઃ અવગ્રહ, ઈહા (વિચારણા), અવાય (નિર્ણય ) અને ધારણા. [વિશેષ માટે મોક્ષશાસ્ત્ર (ટીકા સહિત) જીઓ. ]
૩. મતિજ્ઞાન બાર ભેદવાળું છે: બહુ, એક, બહુવિધ, એકવિધ, ક્ષિપ્ર, અક્ષિપ્ર, અનિઃસૃત, નિઃસૃત, અનુક્ત, ઉક્ત, ધ્રુવ અને અધ્રુવ. [વિશેષ માટે મોક્ષશાસ્ત્ર (ટીકા સહિત ) જીઓ. ]
Please inform us of any errors on rajesh@Atma Dharma.com