________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૦]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદजीवाण पुग्गलाणं गमणं जाणेहि जाव धम्मत्थी। धम्मत्थिकायभावे तत्तो परदो ण गच्छंति।।१८४ ।।
जीवानां पुद्गलानां गमनं जानीहि यावद्धर्मास्तिकः। धर्मास्तिकायाभावे तस्मात्परतो न गच्छंति।। १८४ ।।
अत्र सिद्धक्षेत्रादुपरि जीवपुद्गलानां गमनं निषिद्धम्।
जीवानां स्वभावक्रिया सिद्धिगमनं, विभावक्रिया षट्कापक्रमयुक्तत्वम्; पुद्गलानां स्वभावक्रिया परमाणुगतिः, विभावक्रिया व्यणुकादिस्कन्धगतिः। अतोऽमीषां त्रिलोकशिखरादुपरि गतिक्रिया नास्ति, परतो गतिहेतोर्धर्मास्तिकायाभावात; यथा जलाभावे मत्स्यानां गतिक्रिया नास्ति। अत एव यावद्धर्मास्तिकायस्तिष्ठति तत्क्षेत्रपर्यन्तं स्वभावविभावगतिक्रियापरिणतानां जीवपुद्गलानां गतिरिति।
ધર્માસ્તિ જ્યાં લગી, ત્યાં લગી જીવ-પુદ્ગલોનું ગમન છે; ધર્માસ્તિકાય-અભાવમાં આગળ ગમન નહિ થાય છે. ૧૮૪.
અન્વયાર્થનું યાવત્ ધર્માસ્તિવ:] જ્યાં સુધી ધર્માસ્તિકાય છે ત્યાં સુધી [ નીવાનાં પુત્નીનાં] જીવોનું અને પુદ્ગલોનું [મન] ગમન [નાનીદિ] જાણ; [ ધર્માસ્તિયામાવે] ધર્માસ્તિકાયના અભાવે [તમાન્ પુરત:] તેથી આગળ [ઋતિ] તેઓ જતાં નથી.
ટીકા:-અહીં, સિદ્ધક્ષેત્રથી ઉપર જીવ-પુદ્ગલોના ગમનનો નિષેધ કર્યો છે.
જીવોની સ્વભાવક્રિયા સિદ્ધિગમન (સિદ્ધક્ષેત્રમાં ગમન) છે અને વિભાવક્રિયા (અન્ય ભવમાં જતાં) છ દિશાઓમાં ગમન છે; પુદ્ગલોની સ્વભાવક્રિયા પરમાણુની ગતિ છે અને વિભાવક્રિયા *દ્ધિ-અણુકાદિ સ્કંધોની ગતિ છે. માટે આમની (જીવ-પુદગલોની) ગતિક્રિયા ત્રિલોકના શિખરથી ઉપર નથી, કારણ કે આગળ ગતિત (ગતિના નિમિ ધર્માસ્તિકાયનો અભાવ છે; જેમ જળના અભાવે માછલાંની ગતિક્રિયા હોતી નથી તેમ. આથી જ, જ્યાં સુધી ધર્માસ્તિકાય છે તે ક્ષેત્ર સુધી સ્વભાવગતિક્રિયા અને વિભાવગતિક્રિયારૂપે પરિણત જીવ-પુદગલોની ગતિ હોય છે.
* દ્વિ–અણુકાદિ સ્કંધો = બે પરમાણુથી માંડીને અનંત પરમાણુના બનેલા સ્કંધો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com