SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] શુદ્ધોપયોગ અધિકાર [ ૩૫૯ निर्वाणशब्दोऽत्र द्विष्ठो भवति। कथमिति चेत्, निर्वाणमेव सिद्धा इति वचनात्। सिद्धाः सिद्धक्षेत्रे तिष्ठंतीति व्यवहारः, निश्चयतो भगवंतः स्वस्वरूपे तिष्ठति। ततो हेतोर्निर्वाणमेव सिद्धाः सिद्धा निर्वाणम इत्यनेन क्रमेण निर्वाणशब्दसिद्धशब्दयोरेकत्वं सफलं जातम्। अपि च यः कश्चिदासन्नभव्यजीवः परमगुरुप्रसादासादितपरमभावभावनया सकलकर्मकलंकपंकविमुक्तः स परमात्मा भूत्वा लोकाग्रपर्यन्तं गच्छतीति। (માનિની) अथ जिनमतमुक्तेर्मुक्तजीवस्य भेदं क्वचिदपि न च विद्मो युक्तितश्चागमाच। यदि पुनरिह भव्यः कर्म निर्मूल्य सर्वं स भवति परमश्रीकामिनीकामरूपः।। ३०३ ।। નિર્વાણ શબ્દના અહીં બે અર્થ છે. કઈ રીતે? ‘નિર્વાણ તે જ સિદ્ધો છે” એવું (શાસ્ત્રનું) વચન હોવાથી. સિદ્ધો સિદ્ધક્ષેત્રે રહે છે એમ વ્યવહાર છે, નિશ્ચયથી તો ભગવંતો નિજ સ્વરૂપે રહે છે; તે કારણથી “નિર્વાણ તે જ સિદ્ધો છે અને સિદ્ધો તે નિર્વાણ છે” એવા આ પ્રકાર વડે નિર્વાણ શબ્દનું અને સિદ્ધશબ્દનું એકત્વ સફળ થયું. વળી, જે કોઈ આસન્નભવ્ય જીવ પરમગુરુના પ્રસાદ વડ પ્રાપ્ત પરમભાવની ભાવના વડે સંકળ કર્મકલંકરૂપી કાદવથી વિમુક્ત થાય છે, તે પરમાત્મા થઈને લોકાગ્ર પર્યત જાય છે. [હવે આ ૧૮૩ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ] [શ્લોકાર્થ-] જિનસંમત મુક્તિમાં અને મુક્ત જીવમાં અમે કયાંય પણ યુક્તિથી કે આગમથી ભેદ જાણતા નથી. વળી, આ લોકમાં જો કોઈ ભવ્ય જીવ સર્વ કર્મને નિર્મૂળ કરે છે, તો તે પરમશ્રીરૂપી (મુક્તિલક્ષ્મીરૂપી) કામિનીનો વલ્લભ થાય છે. ૩૦૩. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy