________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૫૩
वेदनीयकर्माभावान्नैव विद्यते बाधा, पंचविधनोकर्माभावान्न मरणम्, पंचविधनोकर्महेतुभूतकर्मपुद्गलस्वीकाराभावान्न जननम् । एवंलक्षणलक्षिताक्षुण्णविक्षेपविनिर्मुक्तपरमतत्त्वस्य सदा निर्वाणं भवतीति ।
(માલિની)
भवभवसुखदुःखं विद्यते नैव बाधा जननमरणपीडा नास्ति यस्येह नित्यम्।
तमहमभिनमामि स्तौमि संभावयामि
स्मरसुखविमुखस्सन् मुक्तिसौख्याय नित्यम्।। २९८ ।।
(અનુન્નુમ્ )
आत्माराधनया हीनः सापराध इति स्मृतः। अहमात्मानमानन्दमंदिरं नौमि नित्यशः।। २९९ ।।
*યાતનાશ૨ી૨ના અભાવને લીધે પીડા નથી; અશાતાવેદનીય કર્મના અભાવને લીધે બાધા નથી; પાંચ પ્રકારનાં નોકર્મના અભાવને લીધે મરણ નથી; પાંચ પ્રકારનાં નોકર્મના હેતુભૂત કર્મપુદ્દગલના સ્વીકારના અભાવને લીધે જન્મ નથી.-આવાં લક્ષણોથી લક્ષિત, અખંડ, વિક્ષેપરહિત પરમતત્ત્વને સદા નિર્વાણ છે.
[હવે આ ૧૭૯ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છેઃ ]
[ શ્લોકાર્થ:- ] આ લોકમાં જેને સદા ભવભવનાં સુખદુઃખ નથી, બાધા નથી, જન્મ, મરણ અને પીડા નથી, તેને (તે ૫રમાત્માને) હું, મુક્તિસુખની પ્રાપ્તિ અર્થે, કામદેવના સુખથી વિમુખ વર્તતો થકો નિત્ય નમું છું, સ્તવું છું, સમ્યક્ પ્રકારે ભાવું છું. ૨૯૮.
[શ્લોકાર્થ:-] આત્માની આરાધના રહિત જીવને સાપરાધ (–અપરાધી) ગણવામાં આવ્યો છે. તેથી ) હું આનંદમંદિર આત્માને (આનંદના ઘ૨રૂપ નિજાત્માને) નિત્ય નમું છું.
૨૯૯.
* યાતના = વેદના; પીડા. (શરી૨ વેદનાની મૂર્તિ છે.)
Please inform us of any errors on rajesh@Atma Dharma.com