________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધોપયોગ અધિકાર
[૩૫૧
(મંવાળાંતા) "आसंसारात्प्रतिपदममी रागिणो नित्यमत्ताः
सुप्ता यस्मिन्नपदमपदं तद्विबुध्यध्वमंधाः। एतैतेतः पदमिदमिदं यत्र चैतन्यधातु: શુદ્ધ: શુદ્ધ: સ્વ૨સમરત: સ્થાથિમવત્વમેતા''
તથા દિ
(શાર્દુત્વવિક્રીડિત) भावाः पंच भवन्ति येषु सततं भावः-पर: पंचम: स्थायी संसृतिनाशकारणमयं सम्यग्दृशां गोचरः। तं मुक्त्वाखिलरागरोषनिकरं बुवा पुनर्बुद्धिमान् एको भाति कलौ युगे मुनिपतिः पापाटवीपावकः।। २९७ ।।
““[ શ્લોકાર્થ-] ( શ્રી ગુરુ સંસારી ભવ્ય જીવોને સંબોધે છે કે.) હે અંધ પ્રાણીઓ ! અનાદિ સંસારથી માંડીને પર્યાયે પર્યાયે આ રાગી જીવો સદાય મત્ત વર્તતા થકા જે પદમાં સતા છે-ઊંધે છે તે પદ અર્થાત સ્થાન અપદ છે-અપદ છે, (તમારું સ્થાન નથી,) એમ તમે સમજો. (બે વાર કહેવાથી અતિ કણાભાવ સૂચિત થાય છે.) આ તરફ આવો–આ તરફ આવો, (અહીં નિવાસ કરો, ) તમારું પદ આ છે-આ છે જ્યાં શુદ્ધ-શુદ્ધ ચૈતન્યધાતુ નિજ રસની અતિશયતાને લીધે સ્થાયીભાવપણાને પ્રાપ્ત છે અર્થાત્ સ્થિર છે-અવિનાશી છે. (અહીં “શુદ્ધ” શબ્દ બે વાર કહ્યો છે તે દ્રવ્ય અને ભાવ બન્નેની શુદ્ધતા સૂચવે છે. સર્વ અન્ય-દ્રવ્યોથી જુદો હોવાને લીધે આત્મા દ્રવ્ય શુદ્ધ છે અને પરના નિમિત્તે થતા પોતાના ભાવોથી રહિત હોવાને લીધે ભાવે શુદ્ધ છે.)''
વળી (આ ૧૭૮ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[ શ્લોકાર્થ:-] ભાવો પાંચ છે, જેમાં આ પરમ પંચમ ભાવ ( પરમ પરિણામિક ભાવ) નિરંતર સ્થાયી છે, સંસારના નાશનું કારણ છે અને સમ્યગ્દષ્ટિઓને ગોચર છે, બુદ્ધિમાન પુરુષ સમસ્ત રાગદ્વેષના સમૂહને છોડીને તેમ જ તે પરમ પંચમ ભાવને જાણીને, એકલો, કળિયુગમાં પાપવનના અગ્નિરૂપ મુનિવર તરીકે શોભે છે (અર્થાત જે બુદ્ધિમાન પુરુષ પરમ પારિણામિક ભાવનો ઉગ્રપણે આશ્રય કરે છે, તે જ એક પુરુષ પાપવનને બાળવામાં અગ્નિ સમાન મુનિવર છે). ૨૯૭.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com