________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૩૭
तथैव ज्ञानज्ञेयविकल्पाभावात् सोऽयमात्मात्मनि तिष्ठति। हहो प्राथमिकशिष्य अग्निवदयमात्मा किमचेतनः। किं बहना। तमात्मानं ज्ञानं न जानाति चेद देवदत्तरहितपरशुवत् इदं हि नार्थक्रियाकारि, अत एव आत्मनः सकाशाद् व्यतिरिक्तं भवति। तन्न खलु सम्मतं स्वभाववादिनामिति।
तथा चोक्तं श्रीगुणभद्रस्वामिभि:
(અનુષ્ટ્રમ "ज्ञानस्वभावः स्यादात्मा स्वभावावाप्तिरच्युतिः। तस्मादच्युतिमाकांक्षन् भावयेज्ज्ञानभावनाम्।।''
તે (વિપરીત વિતર્ક-પ્રાથમિક શિષ્યનો અભિપ્રાય) કયા પ્રકારે છે? (તે આ પ્રકારે છે:-) “પૂર્વોક્તસ્વરૂપ (જ્ઞાનસ્વરૂપ) આત્માને આત્મા ખરેખર જાણતો નથી, સ્વરૂપમાં અવસ્થિત રહે છે (–આત્મામાં માત્ર સ્થિત રહે છે). જેવી રીતે ઉષ્ણતાસ્વરૂપ અગ્નિના સ્વરૂપને (અર્થાત્ અગ્નિને) શું અગ્નિ જાણે છે? (નથી જ જાણતો.) તેવી જ રીતે જ્ઞાનજ્ઞય સંબંધી વિકલ્પના અભાવથી આ આત્મા આત્મામાં (માત્ર સ્થિત રહે છે (–આત્માને જાણતો
નથી).”
(ઉપરોક્ત વિતર્કનો ઉત્તર:-) “હે પ્રાથમિક શિષ્ય! અગ્નિની માફક શું આ આત્મા અચેતન છે (કે જેથી તે પોતાને ન જાણે ) ? વધારે શું કહેવું? (સંક્ષેપમાં, ) જો તે આત્માને જ્ઞાન ન જાણે તો તે જ્ઞાન, દેવદત્ત વિનાની કુલડીની માફક, *અર્થક્રિયાકારી ન ઠરે, અને તેથી તે આત્માથી ભિન્ન ઠરે! તે તો (અર્થાત જ્ઞાન ને આત્માની સર્વથા ભિન્નતા તો) ખરેખર સ્વભાવવાદીઓને સંમત નથી. (માટે નક્કી કર કે જ્ઞાન આત્માને જાણે છે.)”
એવી રીતે (આચાર્યવર) શ્રી ગુણભદ્રસ્વામીએ (આત્માનુશાસનમાં ૧૭૪ મા શ્લોક દ્વારા ) કહ્યું છે કે
“[ શ્લોકાર્થ-] આત્મા જ્ઞાનસ્વભાવ છે; સ્વભાવની પ્રાપ્તિ તે અશ્રુતિ(અવિનાશી
* અર્થક્રિયાકારી = પ્રયોજનભૂત ક્રિયા કરનારું. (જેમ દેવદત્ત વગરની એકલી કુહાડી અર્થક્રિયા
-કાપવાની ક્રિયા-કરતી નથી, તેમ જો જ્ઞાન આત્માને જાણતું ન હોય તો જ્ઞાને પણ અર્થક્રિયા-જાણવાની ક્રિયા-ન કરી; તેથી જેમ અર્થક્રિયાશૂન્ય કુહાડી દેવદત્તથી ભિન્ન છે તેમ અર્થ ક્રિયાશૂન્ય જ્ઞાન આત્માથી ભિન્ન હોવું જોઈએ! પરંતુ તે તો સ્પષ્ટપણે વિરુદ્ધ છે, માટે જ્ઞાન આત્માને જાણે જ છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com