________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૩૫
न खलु दूषणमिति।
तथा चोक्तं श्रीसमन्तभद्रस्वामिभि:
(અપરંવત્ર) "स्थितिजनननिरोधलक्षणं
चरमचरं च जगत्प्रतिक्षणम। इति जिन सकलज्ञलांछनं वचनमिदं वदतांवरस्य ते।।"
તથા હિ
(વસંતતિના ) जानाति लोकमखिलं खलु तीर्थनाथ: स्वात्मानमेकमनघं निजसौख्यनिष्ठम्। नो वेत्ति सोऽयमिति तं व्यवहारमार्गाद् वक्तीति कोऽपि मुनिपो न च तस्य दोषः।। २८५ ।।
કોઈ જિનનાથના તત્ત્વ વિચારમાં નિપુણ જીવ (-જિનદેવે કહેલા તત્ત્વના વિચારમાં પ્રવીણ જીવ) કદાચિત્ કહે, તો તેને ખરેખર દૂષણ નથી.
એવી રીતે (આચાર્યવર) શ્રી સમતભદ્રસ્વામીએ (બૃહસ્વયંભૂસ્તોત્રમાં શ્રી મુનિસુવ્રત ભગવાનની સ્તુતિ કરતાં ૧૧૪ મા શ્લોક દ્વારા ) કહ્યું છે કે
“[ શ્લોકાર્થ:-] હે જિનંદ્ર! તું વક્તાઓમાં શ્રેષ્ઠ છે; “ચરાચર (જંગમ તથા સ્થાવર) જગત પ્રતિક્ષણ ( પ્રત્યેક સમયે) ઉત્પાદવ્યય થ્રીલક્ષણવાળું છે” એવું આ તારું વચન (તારી) સર્વજ્ઞતાનું ચિહ્ન છે.''
વળી (આ ૧૬૯ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[ શ્લોકાર્થ-] તીર્થનાથ ખરેખર આખા લોકને જાણે છે અને તેઓ એક, અનઘ (નિર્દોષ), નિજસૌખ્યનિષ્ઠ (નિજ સુખમાં લીન) સ્વાત્માને જાણતા નથી—એમ કોઈ મુનિવર વ્યવહારમાર્ગથી કહે તો તેને દોષ નથી. ૨૮૫.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com