________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર૪]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
अप्पा परप्पयासो तइया अप्पेण दंसणं भिण्णं। ण हवदि परदव्वगयं दंसणमिदि वण्णिदं तम्हा।। १६३ ।।
आत्मा परप्रकाशस्तदात्मना दर्शनं भिन्नम्। न भवति परद्रव्यगतं दर्शन मिति वर्णितं तस्मात।। १६३ ।।
एकान्तेनात्मनः परप्रकाशकत्वनिरासोऽयम्।
यथैकान्तेन ज्ञानस्य परप्रकाशकत्वं पुरा निराकृतम्, इदानीमात्मा केवलं परप्रकाशश्चेत् तत्तथैव प्रत्यादिष्टं, भावभाववतोरेकास्तित्वनिर्वत्तत्वात्। पुरा किल ज्ञानस्य परप्रकाशकत्वे सति तदर्शनस्य भिन्नत्वं ज्ञातम्। अत्रात्मनः परप्रकाशकत्वे सति तेनैव दर्शनं भिन्नमित्यवसेयम्। अपि चात्मा न परद्रव्यगत इति चेत् तद्दर्शनमप्यभिन्नमित्यवसेयम्। ततः खल्वात्मा स्वपरप्रकाशक इति यावत्। यथा
પરને જ જાણે જીવ તો દંગ જીવથી ભિન્ન જ ઠરે, દર્શન નથી પરદ્રવ્યગત-એ માન્યતા તુજ હોઈને. ૧૬૩.
અન્વયાર્થ: આત્મા TRUST] જો આત્મા (કેવળ) પરપ્રકાશક હોય [ તવા] તો [ આત્મના] આત્માથી [વર્શન] દર્શન [fમન્નમ્] ભિન્ન ઠરે, [ર્શન પૂરદ્રવ્ય તું ન ભવતિ તિ વર્ણિત તસ્નાત્] કારણ કે દર્શન પરદ્રવ્યગત (પરપ્રકાશક) નથી એમ (પૂર્વે તારું મન્તવ્ય) વર્ણવવામાં આવ્યું છે.
ટીકા-આ, એકાંતે આત્માને પરપ્રકાશકપણું હોવાની વાતનું ખંડન છે.
જેવી રીતે પૂર્વે (૧૬ મી ગાથામાં) એકાંતે જ્ઞાનને પરપ્રકાશકપણું ખંડિત કરવામાં આવ્યું, તેવી રીતે હવે જો “આત્મા કેવળ પરપ્રકાશક છે” એમ માનવામાં આવે તો તે વાત પણ તેવી જ રીતે ખંડન પામે છે, કારણ કે *ભાવ અને ભાવવાન એક અસ્તિત્વથી રચાયેલા હોય છે. પૂર્વે (૧૬ મી ગાથામાં) એમ જણાયું હતું કે જો જ્ઞાન (કેવળ) પરપ્રકાશક હોય તો જ્ઞાનથી દર્શન ભિન્ન ઠરે ! અહીં (આ ગાથામાં) એમ સમજવું કે જો આત્મા (કેવળ) પરપ્રકાશક હોય તો આત્માથી જ દર્શન ભિન્ન ઠરે ! વળી જો “આત્મા
* જ્ઞાન ભાવ છે અને આત્મા ભાવવાન છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com