________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩૨૩
दर्शनयोः कथंचित् स्वपरप्रकाशत्वमस्त्येवेति।
तथा चोक्तं श्रीमहासेनपंडितदेवैः
"ज्ञानाद्भिन्नो न नाभिन्नो भिन्नाभिन्नः कथंचन। ज्ञानं पूर्वापरीभूतं सोऽयमात्मेति कीर्तितः।।''
तथा हि
(મંદ્રાક્રાંતા). आत्मा ज्ञानं भवति न हि वा दर्शनं चैव तद्वत ताभ्यां युक्तः स्वपरविषयं वेत्ति पश्यत्यवश्यम्। संज्ञाभेदादघकुलहरे चात्मनि ज्ञानदृष्टयो: મેવો નાતો ન રવનુ પરમાર્થેન વઢયુષ્ય વ:.. ર૭૮ |
સમાધાન છે કે જ્ઞાન અને દર્શનને કથંચિત્ સ્વપરપ્રકાશકપણું છે જ.
એવી રીતે શ્રી મહાસેનપંડિતદેવે (શ્લોક દ્વારા ) કહ્યું છે કેઃ
“[ શ્લોકાર્થ:-] આત્મા જ્ઞાનથી (સર્વથા) ભિન્ન નથી, (સર્વથા) અભિન્ન નથી, કથંચિત્ ભિન્નભિન્ન છે; *પૂર્વાપરભૂત જે જ્ઞાન તે આ આત્મા છે એમ કહ્યું છે.''
વળી ( આ ૧૬ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[ શ્લોકાર્થ-] આત્મા (સર્વથા) જ્ઞાન નથી, તેવી રીતે (સર્વથા) દર્શન પણ નથી જ; તે ઉભયયુક્ત (જ્ઞાનદર્શનયુક્ત) આત્મા સ્વપ૨ વિષયને અવશ્ય જાણે છે અને દેખે છે. અઘસમૂહના (પાપસમૂહના) નાશક આત્મામાં અને જ્ઞાનદર્શનમાં સંજ્ઞાભેદે ભેદ ઊપજે છે (અર્થાત્ સંજ્ઞા, સંખ્યા, લક્ષણ અને પ્રયોજનની અપેક્ષાએ તેમનામાં ઉપર કહ્યા પ્રમાણે ભેદ છે), પરમાર્થે અગ્નિ અને ઉષ્ણતાની માફક તેમનામાં (-આત્મામાં અને જ્ઞાનદર્શનમાં ) ખરેખર ભેદ નથી (–અભેદતા છે). ૨૭૮.
* પૂર્વાપર = પૂર્વ અને અપર પહેલાનું અને પછીનું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com