________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
अत्र नियमशब्दस्य सारत्वप्रतिपादनद्वारेण स्वभावरत्नत्रयस्वरूपमुक्तम्।
यः सहजपरमपारिणामिकभावस्थितः स्वभावानन्तचतुष्टयात्मक: शद्धज्ञानचेतनापरिणामः स नियमः। नियमेन च निश्चयेन यत्कार्यं प्रयोजनस्वरूप ज्ञानदर्शनचारित्रम्। ज्ञानं तावत् तेषु त्रिषु परद्रव्यनिरवलंबत्वेन निःशेषतोन्तर्मुखयोगशक्ते: सकाशात् निजपरमतत्त्वपरिज्ञानम् उपादेयं भवति। दर्शनमपि भगवत्परमात्मसुखाभिलाषिणो जीवस्य
શુક્રાન્તસ્તવિનાનન્મभूमिस्थाननिजशुद्धजीवास्तिकायसमुपजनितपरमश्रद्धानमेव भवति। [ સાર” તિ વવનં] “સારા” એવું વચન [ મળતન] કહ્યું છે.
ટીકા:-અહીં આ (ગાથામાં), “નિયમ' શબ્દને “સાર” શબ્દ કેમ લગાડયો છે તેના પ્રતિપાદન દ્વારા સ્વભાવરત્નત્રયનું સ્વરૂપ કહ્યું છે.
જે સહજ પરમ પરિણામિક ભાવે સ્થિત, સ્વભાવ-અનંત ચતુષ્ટયાત્મક “શુદ્ધજ્ઞાનચેતના પરિણામ તે નિયમ (-કારણનિયમ) છે. નિયમ (-કાર્યનિયમ) એટલે નિશ્ચયથી (નકી) જે કરવાયોગ્ય-પ્રયોજનસ્વરૂપ-હોય તે અર્થાત્ જ્ઞાનદર્શનચારિત્ર. તે ત્રણમાંના દરેકનું સ્વરૂપ કહેવામાં આવે છે : (૧) પરદ્રવ્યને અવલંખ્યા વિના નિઃશેષપણે અંતર્મુખ યોગશક્તિમાંથી ઉપાદેય (–ઉપયોગને સંપૂર્ણપણે અંતર્મુખ કરીને ગ્રહણ કરવાયોગ્ય) એવું જે નિજ પરમતત્ત્વનું પરિજ્ઞાન (જાણવું) તે જ્ઞાન છે. (૨) ભગવાન પરમાત્માના સુખના અભિલાષી જીવને શુદ્ધ અંત:તત્ત્વના ‘વિલાસનું જન્મભૂમિસ્થાન જે નિજ શુદ્ધ જીવાસ્તિકાય તેનાથી ઊપજતું જે પરમ શ્રદ્ધાન તે જ દર્શન છે. (૩) નિશ્ચયજ્ઞાનદર્શનાત્મક કારણ
૧. આ પરમ પારિણામિક ભાવમાં “પારિણામિક’ શબ્દ હોવા છતાં તે ઉત્પાદવ્યયરૂપ પરિણામને
સૂચવવા માટે નથી અને પર્યાયાર્થિક નયનો વિષય નથી; આ પરમ પારિણામિક ભાવ તો ઉત્પાદવ્યયનિરપેક્ષ એકરૂપ છે અને દ્રવ્યાર્થિક નયનો વિષય છે. [ વિશેષ માટે સમયસારની ૩૨૦મી ગાથાની શ્રી જયસેનાચાર્યદેવકૃત ટીકા જાઓ અને બૃહદ્રવ્યસંગ્રહની ૧૩મી ગાથાની ટીકા જાઓ.]
૨. આ શુદ્ધજ્ઞાનચેતના પરિણામમાં “પરિણામ” શબ્દ હોવા છતાં તે ઉત્પાદવ્યયરૂપ પરિણામને
સૂચવવા માટે નથી અને પર્યાયાર્થિક નયનો વિષય નથી; આ શુદ્ધજ્ઞાનચેતના પરિણામ તો ઉત્પાદવ્યયનિરપેક્ષ એકરૂપ છે અને દ્રવ્યાર્થિક નયનો વિષય છે.
૩. આ નિયમ તે કારણનિયમ છે, કેમ કે તે સમ્યજ્ઞાનદર્શનચારિત્રરૂપ કાર્યનિયમનું કારણ છે,
[ કારણનિયમના આશ્રયે કાર્યનિયમ પ્રગટે છે.]
૪. વિલાસ = કીડા; મોજ; આનંદ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com