________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધોપયોગ અધિકાર
[ ૩ર૧
( ધર). "जानन्नप्येष विश्वं युगपदपि भवद्भाविभूतं समस्तं मोहाभावाद्यदात्मा परिणमति परं नैव निनकर्मा। तेनास्ते मुक्त एव प्रसभविकसितज्ञप्तिविस्तारपीतज्ञेयाकारां त्रिलोकी पृथगपृथगथ द्योतयन् ज्ञानमूर्तिः।।"
તથા દિ
(મંતwiતા) ज्ञानं तावत् सहजपरमात्मानमेकं विदित्वा लोकालोकौ प्रकटयति वा तद्वतं ज्ञेयजालम्। दृष्टि: साक्षात् स्वपरविषया क्षायिकी नित्यशुद्धा ताभ्यां देवः स्वपरविषयं बोधति ज्ञेयराशिम्।। २७७ ।।
णाणं परप्पयासं तइया णाणेण दंसणं भिण्णं। ण हवदि परदव्वगयं दसणमिदि वण्णिदं तम्हा।। १६२ ।।
““[ શ્લોકાર્ધ -] જેણે કર્મોને છેદી નાખ્યાં છે એવો આ આત્મા ભૂત, વર્તમાન અને ભાવિ સમસ્ત વિશ્વને (અર્થાત્ ત્રણે કાળના પર્યાયો સહિત સમસ્ત પદાર્થોને) યુગપદ્ જાણતો હોવા છતાં મોહના અભાવને લીધે પરરૂપે પરિણમતો નથી, તેથી હવે, જેના સમસ્ત જ્ઞયાકારોને અત્યંત વિકસિત જ્ઞતિના વિસ્તાર વડ પોતે પી ગયો છે એવા ત્રણે લોકના પદાર્થોને પૃથક અને અપૃથક્ પ્રકાશતો તે જ્ઞાનમૂર્તિ મુક્ત જ રહે છે.''
વળી (આ ૧૬૧ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[ શ્લોકાર્થ-] જ્ઞાન એક સહજપરમાત્માને જાણીને લોકાલોકને અર્થાત્ લોકાલોકસંબંધી (સમસ્ત) શેયસમૂહને પ્રગટ કરે છે (-જાણે છે). નિત્ય-શુદ્ધ એવું ક્ષાયિક દર્શન (પણ) સાક્ષાત સ્વપરવિષયક છે (અર્થાત્ તે પણ સ્વપરને સાક્ષાત્ પ્રકાશે છે). તે બન્ને ( જ્ઞાન તેમ જ દર્શન) વડે આત્મદેવ સ્વપરસંબંધી જ્ઞયરાશિને જાણે છે (અર્થાત્ આત્મદેવ સ્વપર સમસ્ત પ્રકાશ્ય પદાર્થોને પ્રકાશે છે). ૨૭૭.
પરને જ જાણે જ્ઞાન તો દગ જ્ઞાનથી ભિન્ન જ ઠરે, દર્શન નથી પરદ્રવ્યગત-એ માન્યતા તુજ હોઈને. ૧૬૨.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com