________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૦]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
दर्शनमपि शुद्धात्मानं पश्यति। दर्शनज्ञानप्रभृत्यनेकधर्माणामाधारो ह्यात्मा। व्यवहारपक्षेऽपि केवलं परप्रकाशकस्य ज्ञानस्य न चात्मसम्बन्धः सदा बहिरवस्थितत्वात्, आत्मप्रतिपत्तेरभावात् न सर्वगतत्वम्; अतःकारणादिदं ज्ञानं न भवति, मृगतृष्णाजलवत् प्रतिभासमात्रमेव। दर्शनपक्षेऽपि तथा न केवलमभ्यन्तरप्रतिपत्तिकारणं दर्शनं भवति। सदैव सर्वं पश्यति हि चक्षुः स्वस्याभ्यन्तरस्थितां कनीनिकां न पश्यत्येव। अतः स्वपरप्रकाशकत्वं ज्ञानदर्शनयोरविरुद्धमेव। ततः स्वपरप्रकाशको ह्यात्मा ज्ञानदर्शनलक्षण इति।
तथा चोक्तं श्रीमदमृतचन्द्रसूरिभि:
માટે અવિરુદ્ધ એવી સ્યાદ્વાદવિદ્યારૂપી દેવી સજ્જનો વડે સમ્યક પ્રકારે નિરંતર આરાધવાયોગ્ય છે. ત્યાં (સ્વાવાદમતમાં), એકાન્ત જ્ઞાનને પરપ્રકાશકપણું જ નથી; સ્યાદ્વાદમતમાં દર્શન પણ કેવળ શુદ્ધાત્માને જ દેખતું નથી (અર્થાત્ માત્ર સ્વપ્રકાશક જ નથી). આત્મા દર્શન, જ્ઞાન વગેરે અનેક ધર્મોનો આધાર છે. (ત્યાં) વ્યવહારપક્ષે પણ જ્ઞાન કેવળ પરપ્રકાશક હોય તો, સદા બાહ્યસ્થિતપણાને લીધે, ( જ્ઞાનને) આત્મા સાથે સંબંધ રહે નહિ અને (તેથી) *આત્મપ્રતિપત્તિના અભાવને લીધે સર્વગતપણું (પણ) બને નહિ. આ કારણને લીધે, આ જ્ઞાન હોય જ નહિ (અર્થાત્ જ્ઞાનનું અસ્તિત્વ જ ન હોય), મૃગતૃષ્ણાના જળની માફક આભાસમાત્ર જ હોય. એવી રીતે દર્શનપક્ષે પણ, દર્શન કેવળ *અભ્યતરપ્રતિપત્તિનું જ કારણ નથી, (સર્વપ્રકાશનનું કારણ છે); (કેમ કે) ચક્ષુ સદૈવ સર્વને દેખે છે, પોતાના અભ્યતરમાં રહેલી કીકીન દેખતું નથી (મોટે ચક્ષુની વાતથી એમ સમજાય છે કે દર્શન અભ્યતન દેખ અને બાહ્યસ્થિત પદાર્થોને ન દેખે એવો કોઈ નિયમ ઘટતો નથી). આથી, જ્ઞાન અને દર્શનને (બન્નેને ) અપરપ્રકાશકપણું અવિરુદ્ધ જ છે. માટે (એ રીતે) જ્ઞાનદર્શનલક્ષણવાળો આત્મા સ્વપરપ્રકાશક છે.
એવી રીતે (આચાર્યદેવ ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી પ્રવચનસારની ટીકામાં ચોથા શ્લોક દ્વારા) કહ્યું છે કે:
* આત્મપ્રતિપત્તિ = આત્માનું જ્ઞાન અને જાણવું તે. * અભ્યતરપ્રતિપત્તિ = અંતરંગનું પ્રકાશનઃ સ્વને પ્રકાશવું તે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com