________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
શુદ્ધોપયોગ અધિકાર
[૩૧૭
अन्यच्च
"दंसणपुव्वं णाणं छदमत्थाणं ण दोण्णि उवओग्गा।
जुगवं जमा केवलिणाहे जुगवं तु ते दोवि।।''
तथा हि
(ઐશ્વરા) वर्तेते ज्ञानदृष्टी भगवति सततं धर्मतीर्थाधिनाथे सर्वज्ञेऽस्मिन् समंतात् युगपदसदृशे विश्वलोकैकनाथे। एतावुष्णप्रकाशौ पुनरपि जगतां लोचनं जायतेऽस्मिन् तेजोराशौ दिनेशे हतनिखिलतमस्तोमके ते तथैवम्।। २७३ ।।
છે; સર્વ અનિષ્ટ નાશ પામ્યું છે અને જે ઇષ્ટ છે તે સર્વ પ્રાપ્ત થયું છે.'
વળી બીજાં પણ (શ્રી નેમિચંદ્રસિદ્ધાંતિદેવવિરચિત બૃહદ્રવ્યસંગ્રહમાં ૪૪ મી ગાથા દ્વારા) કહ્યું છે કે
““[ ગાથાર્થ-] છમસ્થોને દર્શનપૂર્વક જ્ઞાન હોય છે (અર્થાત્ પહેલાં દર્શન અને પછી જ્ઞાન થાય છે), કારણ કે તેમને બન્ને ઉપયોગો યુગપદ્ હોતા નથી; કેવળીનાથને તે બન્ને યુગપદ્દ હોય છે.''
વળી (આ ૧૬૦ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ચાર શ્લોક કહે
છે):
[ શ્લોકાર્થ:-] જે ધર્મતીર્થના અધિનાથ (નાયક) છે, જે અસદેશ છે (અર્થાત જેના સમાન અન્ય કોઈ નથી, અને જે સકળ લોકના એક નાથ છે એવા આ સર્વજ્ઞ ભગવાનમાં નિરંતર સર્વતઃ જ્ઞાન અને દર્શન યુગપદ્ વર્તે છે. જેણે સમસ્ત તિમિરસમૂહનો નાશ કર્યો છે એવા આ તેજરાશિરૂપ સૂર્યમાં જેવી રીતે આ ઉષ્ણતા અને પ્રકાશ (યુગપ) વર્તે છે અને વળી જગતના જીવોને નેત્ર પ્રાપ્ત થાય છે (અર્થાત્ સૂર્યના નિમિત્તે જીવોનાં નેત્ર દેખવા લાગે છે), તેવી જ રીતે જ્ઞાન અને દર્શન (યુગપ) હોય છે ( અર્થાત્ તેવી જ રીતે સર્વજ્ઞ ભગવાનને જ્ઞાન અને દર્શન એકીસાથે હોય છે અને વળી સર્વજ્ઞ ભગવાનના નિમિત્તે જગતના જીવોને જ્ઞાન-દર્શન પ્રગટ થાય છે). ર૭૩.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com