________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૮]
નિયમસાર
| [ ભગવાનશ્રીકુંદકુંદ
(વસંતતિનવI) सद्बोधपोतमधिरुह्य भवाम्बुराशिमुलंध्य शाश्वतपुरी सहसा त्वयाप्ता। तामेव तेन जिननाथपथाधुनाहं याम्यन्यदस्ति शरणं किमिहोत्तमानाम्।। २७४ ।।
| (મંદાક્રાંતા) एको देवः स जयति जिनः केवलज्ञानभानुः कामं कान्तिं वदनकमले संतनोत्येव कांचित्। मुक्तेस्तस्याः समरसमयानंगसौख्यप्रदाया: को नालं शं दिशतुमनिशं प्रेमभूमेः प्रियायाः।। २७५ ।।
(અનુકુમ) जिनेन्द्रो मुक्तिकामिन्याः मुखपद्मे जगाम सः। अलिलीलां पुनः काममनङ्गसुखमद्वयम्।। २७६ ।।
હું જિનનાથ !) સજ્ઞાનરૂપી નાવમાં આરોહણ કરી ભવ-સાગરને ઓળંગી જઈને, તું ઝડપથી શાશ્વતપૂરીએ પહોંચ્યો. હવે હું જિનનાથના તે માર્ગે (-જે માર્ગે જિનનાથ ગયા તે જ માર્ગે) તે જ શાશ્વતપુરીમાં જાઉં છું; (કારણ કે) આ લોકમાં ઉત્તમ પુરુષોને (તે માર્ગ સિવાય) બીજાં શું શરણ છે? ૨૭૪.
[શ્લોકાર્થ-] કેવળજ્ઞાનભાનુ (-કેવળજ્ઞાનરૂપી પ્રકાશના ધરનારા સૂર્ય) એવા તે એક જિનદેવ જ જયવંત છે. તે જિનદેવ સમરસમય અનંગ (-અશરીરી, અતીંદ્રિય) સૌખ્યની દેનારી એવી તે મુક્તિના મુખકમળ પર ખરેખર કોઈ અવર્ણનીય કાન્તિને ફેલાવે છે; (કારણ કે ) કોણ (પોતાની ) સ્નેહાળ પ્રિયાને નિરંતર સુખોત્પત્તિનું કારણ થતું નથી ? ૨૭૫.
[ શ્લોકાર્થ-] તે જિનંદ્રદેવે મુક્તિકામિનીના મુખકમળ પ્રત્યે ભ્રમરલીલાને ધારણ કરી (અર્થાત્ તેઓ તેમાં ભ્રમરની જેમ લીન થયા) અને ખરેખર અદ્વિતીય અનંગ (આત્મિક) સુખને પ્રાપ્ત કર્યું. ૨૭૬.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com