________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૩૦૫
श्रीमदर्हन्मुखारविन्दविनिर्गतसमस्तपदार्थगर्भीकृतचतुरसन्दर्भ द्रव्यश्रुते शुद्धनिश्चयनयात्मकपरमात्मध्यानात्मकप्रतिक्रमणप्रभतिसत्क्रियां बद्धा केवलं स्वकार्यपर: परमजिनयोगीश्वर: प्रशस्ताप्रशस्तसमस्तवचनरचनां परित्यज्य निखिलसंगव्यासंगं मुक्त्वा चैकाकीभूय मौनव्रतेन सार्धं समस्तपशुजनैः निंद्यमानोऽप्यभिन्नः सन् निजकार्य निर्वाणवामलोचनासंभोगसौख्यमूलमनवरतं साधयेदिति।
(મંતાક્રાંતા) हित्वा भीतिं पशुजनकृतां लौकिकीमात्मवेदी शस्ताशस्तां वचनरचनां घोरसंसारकीम्। मुक्त्वा मोहं कनकरमणीगोचरं चात्मनात्मा स्वात्मन्येव स्थितिमविचलां याति मुक्त्वै मुमुक्षुः ।। २६५ ।।
(વસંતતિના) भीतिं विहाय पशुभिर्मनुजैः कृतां तं मुक्त्वा मुनिः सकललौकिकजल्पजालम्। आत्मप्रवादकुशलः परमात्मवेदी प्राप्नोति नित्यसुखदं निजतत्त्वमेकम्।।२६६ ।।
શ્રીમદ્ અહંના મુખારવિંદથી નીકળેલ સમસ્ત પદાર્થો જેની અંદર સમાયેલ છે એવી ચતુરશબ્દરચનારૂપ દ્રવ્યશ્રતને વિષે શુદ્ધનિશ્ચયનયાત્મક પરમાત્મધ્યાનસ્વરૂપ પ્રતિક્રમણાદિ સલ્કિયાને જાણીને, કેવળ સ્વકાર્યમાં પરાયણ પરમજિનયોગીશ્વરે પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત વચનરચનાને પરિત્યાગીને, સર્વ સંગની આસક્તિને છોડી એકલો થઈને, મૌનવ્રત સહિત, સમસ્ત પશુજનો (પશુ સમાન અજ્ઞાની મૂર્ખ મનુષ્યો) વડે નિંદવામાં આવતો હોવા છતાં *અભિન્ન રહીને, નિજકાર્યને-કે જે નિજકાર્ય નિર્વાણરૂપી સુલોચનાના સંભોગસૌખ્યનું મૂળ છે તેને-નિરંતર સાધવું.
[હવે આ ૧૫૫ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છેઃ ]
[ શ્લોકાર્થ-] આત્મજ્ઞાની મુમુક્ષુ જીવ પશુજનકૃત લૌકિક ભયને તેમ જ ઘોર સંસારની કરનારી પ્રશસ્ત-અપ્રશસ્ત વચનરચનાને છોડીને તથા કનક-કામિની સંબંધી મોહને તજીને, મુક્તિને માટે પોતે પોતાનાથી પોતાનામાં જ અવિચળ સ્થિતિને પામે છે. ર૬૫.
[શ્લોકાર્થ-] આત્મપ્રવાદમાં (આત્મપ્રવાદ નામના શ્રુતમાં ) કુશળ એવો
* અભિન્ન = છિન્નભિન્ન થયા વગરનો; અખંડિત; અય્યત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com