SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] નિશ્ચય-પરમાવશ્યક અધિકાર [ ૨૯૫ आवश्यकेन युक्तः श्रमणः स भवत्यंतरंगात्मा। आवश्यकपरिहीणः श्रमणः स भवति बहिरात्मा।। १४९ ।। अत्रावश्यककर्माभावे तपोधनो बहिरात्मा भवतीत्युक्तः । अभेदानुपचाररत्नत्रयात्मकस्वात्मानुष्ठाननियतपरमावश्यककर्मणानवरतसंयुक्तः स्ववशाभिधानपरमश्रमणः सर्वोत्कृष्टोऽन्तरात्मा, षोडशकषायाणामभावादयं क्षीणमोहपदवीं परिप्राप्य स्थितो महात्मा। असंयतसम्यग्दृष्टिर्जघन्यांतरात्मा। अनयोर्मध्यमाः सर्वे मध्यमान्तरात्मानः। निश्चयव्यवहारनयद्वयप्रणीतपरमावश्यकक्रियाविहीनो बहिरात्मेति। उक्तं च मार्गप्रकाशे (અનુદુમ) ‘‘હિરાત્માન્તરાત્મતિ ચાન્યસમયો દ્વિધામાં बहिरात्मानयोर्देहकरणाद्युदितात्मधीः।।" અન્વયાર્થ:કાવન યુp:] આવશ્યક સહિત [શ્રમ": ] શ્રમણ [સ:] તે [ ગંતરંગાત્મા] અંતરાત્મા [ભવતિ] છે; [સાવરયપરિરીખ:] આવશ્યક રહિત [ શ્રમજી:] શ્રમણ [સ:] તે [વદિશાત્મા ] બહિરાત્મા [ભવતિ ] છે. ટીકા:-અહીં, આવશ્યક કર્મના અભાવમાં તપોધન બહિરાત્મા હોય છે એમ કહ્યું છે. અભેદ-અનુપચાર-રત્નત્રયાત્મક * સ્વાત્માનુષ્ઠાનમાં નિયત પરમાવશ્યક-કર્મથી નિરંતર સંયુક્ત એવો જે “સ્વવશ” નામનો પરમ શ્રમણ તે સર્વોત્કૃષ્ટ અંતરાત્મા છે; આ મહાત્મા સોળ કષાયોના અભાવ દ્વારા ક્ષીણમોપદવીને પ્રાપ્ત કરીને સ્થિત છે. અસંયત સમ્યગ્દષ્ટિ જઘન્ય અંતરાત્મા છે. આ બેની મધ્યમાં રહેલા સર્વે મધ્યમ અંતરાત્મા છે. નિશ્ચય અને વ્યવહાર એ બે નયોથી પ્રણીત જે પરમ આવશ્યક ક્રિયા તેનાથી જે રહિત હોય તે બહિરાત્મા છે. શ્રી માર્ગપ્રકાશમાં પણ (બે શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ “[ શ્લોકાર્થ:-] અન્યસમય (અર્થાત્ પરમાત્મા સિવાયના જીવો) બહિરાભા અને અંતરાત્મા એમ બે પ્રકારે છે; તેમાં બહિરાત્મા દેહુ-ઇંદ્રિય વગેરેમાં આત્મબુદ્ધિવાળો હોય છે.' * સ્વાત્માનુષ્ઠાન = નિજ આત્માનું આચરણ. (પરમ આવશ્યક કર્મ અભેદ-અનુપચારરત્નત્રય-સ્વરૂપ સ્વાત્માચરણમાં નિયમથી રહેલું છે અર્થાત તે સ્વાત્માચરણ જ પરમ આવશ્યક કર્મ છે.) ૨૯૬] નિયમસાર [ ભગવાનશ્રીકુંદકુંદ Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy