________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૨૮૭
प्रध्वस्तदर्शनचारित्रमोहनीयकर्मध्वांतसंघाताः परमात्मतत्त्वभावनोत्पन्नवीतरागसुखामृतपानोन्मुखाः श्रवणा हि महाश्रवणा: परमश्रुतकेवलिनः, ते खलु कथयन्तीदृशम् अन्यवशस्य स्वरूपमिति।
तथा चोक्तम्
(અનુકુમ ) "आत्मकार्यं परित्यज्य दृष्टादृष्टविरुद्धया। यतीनां ब्रह्मनिष्ठानां किं तया परिचिन्तया।।''
તથા દિ
(અનુદુમ) यावचिन्तास्ति जन्तूनां तावद्भवति संसृतिः। यर्थेधनसनाथस्य स्वाहानाथस्य वर्धनम्।। २४६ ।।
જેમણે દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય કર્મરૂપી તિમિરસમૂહનો નાશ કર્યો છે અને પરમાત્મતત્ત્વની ભાવનાથી ઉત્પન્ન વીતરાગસુખામૃતના પાનમાં જે ઉન્મુખ (તત્પર) છે એવા શ્રમણો ખરેખર મહાશ્રમણો છે, પરમ શ્રુતકેવળીઓ છે; તેઓ ખરેખર અન્યવશનું આવું (–ઉપર કહ્યા પ્રમાણે) સ્વરૂપ કહે છે.
એવી રીતે અન્યત્ર શ્લોક દ્વારા) કહ્યું છે કે
મકાર્યને છોડીને દર તથા અષ્ટથી વિરુદ્ધ એવી તે ચિંતાથી (-પ્રત્યક્ષ તથા પરોક્ષથી વિરુદ્ધ એવા વિકલ્પોથી) બ્રહ્મનિષ્ઠ યતિઓને શું પ્રયોજન છે?''
વળી (આ ૧૪૫ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[ શ્લોકાર્થ:-] જેમ બંધનયુક્ત અગ્નિ વૃદ્ધિ પામે છે (અર્થાત્ જ્યાં સુધી બંધન છે ત્યાં સુધી અગ્નિની વૃદ્ધિ થાય છે), તેમ જ્યાં સુધી જીવોને ચિંતા (વિકલ્પો) છે ત્યાં સુધી સંસાર છે. ૨૪૬.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com