________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૬]
નિયમસાર
ભગવાનશ્રી
નિશ્રીકુંદકુંદ
दव्वगुणपज्जयाणं चित्तं जो कुणइ सो वि अण्णवसो। मोहंधयारववगयसमणा कहयंति एरिसयं ।। १४५ ।।
द्रव्यगुणपर्यायाणां चित्तं यः करोति सोप्यन्यवशः। मोहान्धकारव्यपगतश्रमणाः कथयन्तीदृशम्।। १४५ ।।
अत्राप्यन्यवशस्य स्वरूपमुक्तम्।
यः कश्चिद् द्रव्यलिङ्गधारी भगवदर्हन्मुखारविन्दविनिर्गतमूलोत्तरपदार्थसार्थप्रतिपादनसमर्थः क्वचित् षण्णां द्रव्याणां मध्ये चित्तं धत्ते, क्वचित्तेषां मूर्तामूर्तचेतनाचेतनगुणानां मध्ये मनश्चकार, पुनस्तेषामर्थव्यंजनपर्यायाणां मध्ये बुद्धिं करोति, अपि
त्रिकालनिरावरणनित्यानंदलक्षण निजकारणसमयसारस्वरूपनिरतसहजज्ञानादिशुद्धगुणपर्याया- णामाधारभूतनिजात्मतत्त्वे चित्तं कदाचिदपि न योजयति, अत एव स तपोधनोऽप्यन्यवश इत्युक्तः।
જે ચિત્ત જોડે દ્રવ્ય-ગુણ-પર્યાયની ચિંતા વિષે, તેનેય મોહવિહીન શ્રમણો અન્યવશ ભાખે અરે ! ૧૪૫.
અન્વયાર્થ [ ] જે [દ્રવ્યTUપર્યાયા] દ્રવ્ય-ગુણ-પર્યાયોમાં (અર્થાત્ તેમના વિકલ્પોમાં) [ વિત્ત રાતિ] મન જોડ છે, [સ: ]િ તે પણ [બન્યવશ:] અન્યવશ છે; [ મોદી ન્યારવ્યપતિશ્રમી: ] મોહાન્ધકાર રહિત શ્રમણો [છુંદશમૂ] આમ [ 5થયન્તિ] કહે છે.
ટીકા:-અહીં પણ અન્યવશનું સ્વરૂપ કહ્યું છે.
ભગવાન અહંતના મુખારવિંદથી નીકળેલા (-કહેવાયેલા) મૂળ અને ઉત્તર પદાર્થોનું સાર્થ (–અર્થ સહિત) પ્રતિપાદન કરવામાં સમર્થ એવો જે કોઈ દ્રવ્યલિંગ-ધારી (મુનિ) કયારેક છ દ્રવ્યોમાં ચિત્ત જોડે છે, કયારેક તેમના મૂર્ત-અમૂર્ત ચેતન-અચેતન ગુણોમાં મન જોડે છે અને વળી કયારેક તેમના અર્થપર્યાયો અને વ્યંજનપર્યાયોમાં બુદ્ધિ જોડે છે, પરંતુ ત્રિકાળ-નિરાવરણ, નિત્યાનંદ જેનું લક્ષણ છે એવા નિજકારણસમયસારના સ્વરૂપમાં લીન સહજજ્ઞાનાદિ શુદ્ધગુણપર્યાયોના આધાર-ભૂત નિજ આત્મતત્ત્વમાં ચિત્ત કયારેય જોડતો નથી, તે તપોધનને પણ તે કારણે જ (અર્થાત પર વિકલ્પોને વશ થતો હોવાના કારણે જ) અન્યવશ કહેવામાં આવ્યો છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com