________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
[ ૨૮૫
कुशलबुद्धिः, किन्तु स निरपेक्षतपोधनः साक्षान्मोक्षकारणं स्वात्माश्रयावश्यककर्म निश्चयतः परमात्मतत्त्वविश्रान्तिरूपं निश्चयधर्मध्यानं शुक्लध्यानं च न जानीते, अत: परद्रव्यगतत्वादन्यवश इत्युक्तः। अस्य हि तपश्चरणनिरतचित्तस्यान्यवशस्य नाकलोकादिक्लेशपरंपरया शुभोपयोगफलात्मभिः प्रशस्तरागांगारैः पच्यमान: सन्नासन्नभव्यतागुणोदये
सति परमगुरुप्रसादासादितपरमतत्त्वश्रद्धानपरिज्ञानानुष्ठानात्मकशुद्धनिश्चयरत्नत्रयपरिणत्या निर्वाणमुपयातीति।
(દરિ). त्यजतु सुरलोकादिक्लेशे रतिं मुनिपुंगवो भजतु परमानन्दं निर्वाणकारणकारणम्। सकलविमलज्ञानावासं निरावरणात्मकं सहजपरमात्मानं दूरं नयानयसंहतेः।। २४५ ।।
અભ્યતર તપના અનુષ્ઠાનમાં (આચરણમાં) જે કુશળબુદ્ધિવાળો છે; પરંતુ તે નિરપેક્ષ તપોધન સાક્ષાત્ મોક્ષના કારણભૂત સ્વાભાશ્રિત આવશ્યક-કર્મ-નિશ્ચયથી પરમાત્મતત્ત્વમાં વિશ્રાંતિરૂપ નિશ્ચયધર્મધ્યાનને તથા શુકલધ્યાનને-જાણતો નથી; તેથી પરદ્રવ્યમાં પરિણત હોવાથી તેને અન્યવશ અન્યવશ કહેવામાં આવ્યો છે. જેનું ચિત તપશ્ચરણમાં લીન છે એવો આ અન્યવશ શ્રમણ દેવલોકાદિના કલેશની પરંપરા પામવાથી શુભોપયોગના ફળસ્વરૂપ પ્રશસ્ત રાગરૂપી અંગારાઓથી શેકાતો થકો, આસન્નભવ્યતારૂપી ગુણનો ઉદય થતાં પરમગુરુના પ્રસાદથી પ્રાપ્ત પરમતત્ત્વનાં શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનસ્વરૂપ શુદ્ધ-નિશ્ચય-રત્નત્રયપરિણતિ વડે નિર્વાણને પામે છે (અર્થાત્ કયારેક શુદ્ધ-નિશ્ચય-રત્નત્રયપરિણતિને પ્રાપ્ત કરે તો જ અને ત્યારે જ નિર્વાણને પામે
છે).
[ હવે આ ૧૪૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ ]
નિવર દેવલોકાદિના કલેશ પ્રત્યે રતિ તજ અને *નિર્વાણના કારણનું કારણ એવા સહજપરમાત્માને ભજો-કે જે સહજપરમાત્મા પરમાનંદમય છે, સર્વથા નિર્મળ જ્ઞાનનું રહેઠાણ છે, નિરાવરણસ્વરૂપ છે અને નય-અનયના સમૂહથી (સુનયો તથા કુનયોના સમૂહથી) દૂર છે. ૨૪૫.
* નિર્વાણનું કારણ પરમેશદ્ધોપયોગ છે અને પરમશુદ્ધોપયોગનું કારણ સહજપરમાત્મા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com