________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૮]
નિયમસાર
[ ભગવાન શ્રીકુંદકુંદ
यः खलु यथाविधि परमजिनमार्गाचरणकुशलः सर्वदैवान्तर्मुखत्वादनन्यवशो भवति किन्तु साक्षात्स्ववश इत्यर्थः। तस्य किल व्यावहारिकक्रियाप्रपंचपराङ्मुखस्य स्वात्माश्रयनिश्चयधर्मध्यानप्रधानपरमावश्यककर्मास्तीत्यनवरतं परमतपश्चरणनिरतपरमजिनयोगीश्वरा वदन्ति। किं च यस्त्रिगुप्तिगुप्तपरमसमाधिलक्षणपरमयोगः सकलकर्मविनाशहेतुः स एव साक्षान्मोक्षकारणत्वान्निवृतिमार्ग इति निरुक्तियुत्पत्तिरिति।
तथा चोक्तं श्रीमदमृतचन्द्रसूरिभिः
(સંવાળાંતા) "आत्मा धर्म: स्वयमिति भवन प्राप्य शुद्धोपयोगं नित्यानन्दप्रसरसरसे ज्ञानतत्त्वे निलीय। प्राप्स्यत्युच्चैरविचलतया निःप्रकम्पप्रकाशां स्फूर्जज्ज्योतिः सहजविलसद्रत्नदीपस्य लक्ष्मीम्।।''
વિધિ અનુસાર પરમજિનમાર્ગના આચરણમાં કુશળ એવો જે જીવ સદાય અંતર્મુખપણાને લીધે અન્યવશ નથી પરંતુ સાક્ષાત્ સ્વવશ છે એવો અર્થ છે, તે વ્યાવહારિક ક્રિયાપ્રપંચથી પરામુખ જીવને સ્વાભાશ્રિત-નિશ્ચયધર્મધ્યાનપ્રધાન પરમ આવશ્યક કર્મ છે એમ નિરંતર પરમતપશ્ચરણમાં લીન પરમજિનયોગીશ્વરો કહે છે. વળી, સકળ કર્મના વિનાશનો હેતુ એવો જે ત્રિગુણિગુસ-પરમસમાધિલક્ષણ પરમ યોગ તે જ સાક્ષાત મોક્ષનું કારણ હોવાને લીધે નિર્વાણનો માર્ગ છે. આમ નિરુક્તિ અર્થાત્ વ્યુત્પત્તિ છે.
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી પ્રવચનસારની તત્ત્વદીપિકા નામની ટીકામાં પાંચમાં શ્લોક દ્વારા ) કહ્યું છે કે:
તે શુદ્ધોપયોગને પ્રાપ્ત કરીને આત્મા સ્વયં ધર્મ થતો અર્થાત પોતે ધર્મપણે પરિણમતો થકો નિત્ય આનંદના ફેલાવથી સરસ (અર્થાત્ જે શાશ્વત આનંદના ફેલાવથી રસયુક્ત છે) એવા જ્ઞાનતત્ત્વમાં લીન થઈને, અત્યંત અવિચળપણાને લીધે, દેદીપ્યમાન જ્યોતિવાળા અને સહજપણે વિલસતા (-સ્વભાવથી જ પ્રકાશતા )
૧. “અન્યવશ નથી ” એ કથનનો સાક્ષાત્ સ્વવશ છે” એવો અર્થ છે. ૨. નિજ આત્મા જેનો આશ્રય છે એવું નિશ્ચયધર્મધ્યાન પરમ આવશ્યક કર્મમાં પ્રધાન છે. ૩. પરમ યોગનું લક્ષણ ત્રણ ગુતિ વડે ગુણ (-અંતર્મુખ ) એવી પરમ સમાધિ છે. [ પરમ
આવશ્યક કર્મ તે જ પરમ યોગ છે અને પરમ યોગ તે નિર્વાણનો માર્ગ છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com