________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રી કુંદકુંદ
(વસંતતિતા) अद्वन्द्वनिष्ठमनघं परमात्मतत्त्वं संभावयामि तदहं पुनरेकमेकम्। किं तैश्च मे फलमिहान्यपदार्थसाथैः मुक्तिस्पृहस्य भवशर्मणि निःस्पृहस्य।। २३७ ।।
રૂતિ
सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेव-विरचितायां नियमसारव्याख्यायां तात्पर्यवृतौ परमभक्त्यधिकारो दशमः श्रुतस्कन्धः।।।
જે યતિઓ યત્ન કરે છે, તેઓ ખરેખર જીવન્મુક્ત થાય છે, બીજાઓ નહિ. ૨૩૬.
[શ્લોકાર્થ-] જે પરમાત્મતત્ત્વ ( રાગદ્વેષાદિ) ઇંદ્રમાં રહેલું નથી અને અના (નિર્દોષ, મળ રહિત) છે, તે કેવળ એકની હું ફરીફરીને સંભાવના (સમ્યક ભાવના) કરું છું. મુક્તિની સ્પૃહાવાળા અને ભવના સુખ પ્રત્યે નિઃસ્પૃહ એવા મને આ લોકમાં પેલા અન્યપદાર્થસમૂહોથી શું ફળ છે? ૨૩૭.
આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇંદ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં ( અર્થાત્ શ્રીમદભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભ-મલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં) પરમ-ભક્તિ અધિકાર નામનો દશમો શ્રતસ્કંધ સમાપ્ત થયો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com