________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પરમ-ભક્તિ અધિકાર
[ ૨૭૫
(કાર્યો) अपुनर्भवसुखसिद्धयै कुर्वेहं शुद्धयोगवरभक्तिम्। संसारघोरभीत्या सर्वे कुर्वन्तु जन्तवो नित्यम्।। २३३ ।।
(શાર્દૂત્તવિવ્રીહિત) रागद्वेषपरंपरापरिणतं चेतो विहायाधुना शुद्धध्यानसमाहितेन मनसानंदात्मतत्त्वस्थितः। धर्मं निर्मलशर्मकारिणमहं लब्ध्वा गुरोः सन्निधौ ज्ञानापास्तसमस्तमोहमहिमा लीये परब्रह्मणि।। २३४ ।।
| (અનુકુમ) निर्वृतेन्द्रियलौल्यानां तत्त्वलोलुपचेतसाम्। सुन्दरानन्दनिष्यन्दं जायते तत्त्वमुत्तमम्।। २३५ ।।
(અનુદુમ) अत्यपूर्वनिजात्मोत्थभावनाजातशर्मणे। यतन्ते यतयो ये ते जीवन्मुक्ता हि नापरे।। २३६ ।।
(પૂર્વોક્ત પ્રકારે ) યોગભક્તિ કરીને નિર્વાણવધૂના સુખને પામ્યા છે. ર૩ર.
[ શ્લોકાર્થ:-] અપુનર્ભવસુખની (મુક્તિસુખની ) સિદ્ધિ અર્થે હું શુદ્ધ યોગની ઉત્તમ ભક્તિ કરું છું; સંસારની ઘોર ભીતિથી સર્વ જીવો નિત્ય તે ઉત્તમ ભક્તિ કરો. ૨૩૩.
[ શ્લોકાર્થ-] ગુરુના સાન્નિધ્યમાં નિર્મળસુખકારી ધર્મને પ્રાપ્ત કરીને, જ્ઞાન વડે જેણે સમસ્ત મોહનો મહિમા નષ્ટ કર્યો છે એવો હું, હવે રાગદ્વેષની પરંપરારૂપે પરિણત ચિત્તને છોડીને, શુદ્ધ ધ્યાન વડે સમાહિત ( –એકાગ્ર, શાંત) કરેલા મનથી આનંદાત્મક તત્ત્વમાં સ્થિત રહેતો થકો, પરબ્રહ્મમાં (પરમાત્મામાં) લીન થાઉં છું. ૨૩૪.
[શ્લોકાર્થ:-] ઇદ્રિયલોલુપતા જેમને નિવૃત્ત થઈ છે અને તત્ત્વલોલુપ (તત્ત્વ-પ્રાપ્તિ માટે અતિ ઉત્સુક ) જેમનું ચિત્ત છે, તેમને સુંદર-આનંદઝરતું ઉત્તમ તત્ત્વ પ્રગટે છે. ૨૩૫.
તિ અપૂર્વ નિજાત્મજનિત ભાવનાથી ઉત્પન્ન થતા સુખ માટે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com