SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૭૪] નિયમસાર [ભગવાનશ્રીકુંદકુંદ एवमुक्तप्रकारस्वात्मसंबन्धिनी शुद्धनिश्चययोगवरभक्तिं कृत्वा परमनिर्वाणवधूटिकापीवरस्तनभरगाढोपगूढनिर्भरानंदपरमसुधारसपूरपरितृप्तसर्वात्मप्रदेशा जाताः, ततो यूयं महाजनाः स्फुटितभव्यत्वगुणास्तां स्वात्मार्थपरमवीतरागसुखप्रदां योगभक्तिं कुरुतेति। (શાર્દૂત્રવિદ્રહિત) नाभेयादिजिनेश्वरान् गुणगुरून् त्रैलोक्यपुण्योत्करान् श्रीदेवेन्द्रकिरीटकोटिविलसन्माणिक्यमालार्चितान्। पौलोमीप्रभृतिप्रसिद्धदिविजाधीशांगनासंहते: शक्रेणोद्भवभोगहासविमलान् श्रीकीर्तिनाथान् स्तुवे।। २३१ ।। (માર્યા) वृषभादिवीरपश्चिमजिनपतयोप्येवमुक्तमार्गेण। कृत्वा तु योगभक्ति निर्वाणवधूटिकासुखं यान्ति।। २३२ ।। પ્રકારે નિજ આત્મા સાથે સંબંધ રાખનારી શુદ્ધનિશ્ચયયોગની ઉત્તમ ભક્તિ કરીને, પરમનિર્વાણવધૂના અતિ પુષ્ટ સ્તનના ગાઢ આલિંગનથી સર્વ આત્મ-પ્રદેશે અત્યંત-આનંદરૂપી પરમસુધારસના પૂરથી પરિતૃપ્ત થયા; માટે સ્કૂટિત-ભવ્યત્વગુણવાળા હે મહાજનો! તમે નિજ આત્માને પરમ વીતરાગ સુખની દેનારી એવી તે યોગભક્તિ કરો. [ હવે આ પરમ-ભક્તિ અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ સાત શ્લોકો કહે છેઃ ] [ શ્લોકાર્થ-] ગુણમાં જેઓ મોટા છે, જેઓ ત્રિલોકનાં પુણના રાશિ છે (અર્થાત જેમનામાં જાણે કે ત્રણ લોકનાં પુણ્ય એકઠાં થયાં છે), દેવેંદ્રોના મુગટની કિનારી પર પ્રકાશતી માણેકપંક્તિથી જેઓ પૂજિત છે (અર્થાત્ જેમના ચરણાર-વિંદમાં દેવેંદ્રોના મુગટ ઝૂકે છે), (જેમની આગળ) શચી આદિ પ્રસિદ્ધ ઇંદ્રાણી-ઓના સાથમાં શકેંદ્ર વડે કરવામાં આવતાં નૃત્ય, ગાન અને આનંદથી જેઓ શોભે છે, અને શ્રી તથા કીર્તિના જેઓ સ્વામી છે, તે શ્રી નાભિપુત્રાદિ જિનેશ્વરોને હું સ્તવું છું. ૨૩૧. [ શ્લોકાર્થ:-] શ્રી વૃષભથી માંડીને શ્રી વીર સુધીના જિનપતિઓ પણ યથોક્ત માર્ગે * સ્ફટિત = પ્રકટિત પ્રગટ થયેલ; પ્રગટ. * શ્રી = શોભા; સૌંદર્ય, ભવ્યતા. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy