________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૪]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
श्रद्धानावबोधाचरणात्मकेषु शुद्धरत्नत्रयपरिणामेषु भजनं भक्तिराराधनेत्यर्थः। एकादशपदेषु श्रावकेषु जघन्याः षट्, मध्यमास्त्रयः, उत्तमौ द्वौ च, एते सर्वे शुद्धरत्नत्रयभक्ति कुर्वन्ति। अथ भवभयभीरवः परमनैष्कर्म्यवृत्तयः परमतपोधनाश्च रत्नत्रयभक्तिं कुर्वन्ति। तेषां परमश्रावकाणां परमतपोधनानां च जिनोत्तमैः प्रज्ञप्ता निर्वृतिभक्तिरपुनर्भवपुरंधिकासेवा भवतीति।
(મંતાક્રાંતા) सम्यक्त्वेऽस्मिन् भवभयहरे शुद्धबोधे चरित्रे भक्तिं कुर्यादनिशमतुलां यो भवच्छेददक्षाम्। कामक्रोधाद्यखिलदुरघवातनिर्मुक्तचेताः भक्तो भक्तो भवति सततं श्रावकः संयमी वा।। २२० ।।
પરિણામોનું જે ભજન તે ભક્તિ છે; આરાધના એવો તેનો અર્થ છે. * એકાદશપદી શ્રાવકોમાં જઘન્ય છ છે, મધ્યમ ત્રણ છે અને ઉત્તમ બે છે.-આ બધા શુદ્ધરત્નત્રયની ભક્તિ કરે છે. તેમ જ ભવભયભીરુ, પરમનૈષ્ફર્મવૃત્તિવાળા (પરમ નિષ્કર્મ પરિણતિવાળા) પરમ તપોધનો પણ (શુદ્ધ) રત્નત્રયની ભક્તિ કરે છે. તે પરમ શ્રાવકો અને પરમ તપોધનોને જિનવરોએ કહેલી નિર્વાણભક્તિ-અપુનર્ભવ-રૂપી સ્ત્રીની સેવા-વર્તે છે.
[હવે આ ૧૩૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે: 1.
જીવ ભવભયના હરનારા આ સમ્યકત્વની, શુદ્ધ જ્ઞાનની અને ચારિત્રની ભવછેદક અતુલ ભક્તિ નિરંતર કરે છે, તે કામક્રોધાદિ સમસ્ત દુષ્ટ પાપસમૂહથી મુક્ત ચિત્તવાળો જીવ-શ્રાવક હો કે સંયમી હો-નિરંતર ભક્ત છે, ભક્ત છે. ર૨૦.
* એકાદશપદી = જેમનાં અગિયાર પદો (ગુણાનુસાર ભૂમિકાઓ) છે એવા. [ શ્રાવકોનાં નીચે પ્રમાણે અગિયાર પદો છેઃ (૧) દર્શન, (૨) વ્રત, (૩) સામાયિક, (૪) પ્રોષધોપવાસ, (૫) સચિત્તત્યાગ, (૬) રાત્રિભોજનત્યાગ, (૭) બ્રહ્મચર્ય, (૮) આરંભત્યાગ, (૯) પરિગ્રહત્યાગ, (૧૦) અનુમતિત્યાગ અને (૧૧) ઉષ્ટિાહારત્યાગ. તેમાં છઠ્ઠા પદ સુધી (છઠ્ઠી પ્રતિમા સુધી) જધન્ય શ્રાવક છે, નવમા પદ સુધી મધ્યમ શ્રાવક છે અને દસમાં અથવા અગિયારમાં પદે હોય તે ઉત્તમ શ્રાવક છે. આ બધાં પદો સમ્યકત્વપૂર્વક, હઠ વિનાની સહજ દશાનાં છે એ ધ્યાનમાં રાખવા યોગ્ય છે.]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com