SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૮] નિયમસાર [ભગવાનશ્રીકુંદકુંદ (મંન્દ્રાક્રાંતા) त्यक्त्वा सर्वं सुकृतदुरितं संसृतेर्मूलभूतं नित्यानंदं व्रजति सहजं शुद्धचैतन्यरूपम्। तस्मिन् सदृग विहरति सदा शुद्धजीवास्तिकाये पश्चादुच्चैः त्रिभुवनजनैरर्चितः सन् जिनः स्यात्।। २१५ ।। (શિવરિજી) स्वतःसिद्धं ज्ञानं दुरघसुकृतारण्यदहनं महामोहध्वान्तप्रबलतरतेजोमयमिदम्। विनिर्मुक्तेर्मूलं निरुपधिमहानंदसुखदं यजाम्येतन्नित्यं भवपरिभवध्वंसनिपुणम्।। २१६ ।। | (શિરિન ) अयं जीवो जीवत्यघकुलवशात् संसृतिवधूधवत्वं संप्राप्य स्मरजनितसौख्याकुलमतिः। क्वचिद् भव्यत्वेन व्रजति तरसा निर्वृतिसुखं तदेकं संत्यक्त्वा पुनरपि स सिद्धो न चलति।। २१७ ।। [ હવે આ ૧૩૦ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ શ્લોક કહે છે] [શ્લોકાર્થ-] સમ્યગ્દષ્ટિ જીવ સંસારના મૂળભૂત સર્વ પુણ્ય પાપને તજીને, નિત્યાનંદમય, સહજ, શુદ્ધચૈતન્યરૂપ જીવાસ્તિકાયને પ્રાપ્ત કરે છે; તે શુદ્ધ જીવાસ્તિ-કાયમાં તે સદા વિહરે છે અને પછી ત્રિભુવનજનોથી ( ત્રણ લોકના જીવોથી) અત્યંત પૂજાતો એવો જિન થાય છે. ૨૧૫. [શ્લોકાર્થ-] આ સ્વત:સિદ્ધ જ્ઞાન પાપપુણ્યરૂપી વનને બાળનારો અગ્નિ છે, મહામોહાંધકારનાશક અતિપ્રબળ તેજમય છે, વિમુક્તિનું મૂળ છે અને *નિરુપધિ મહા આનંદસુખનું દાયક છે. ભવભવનો ધ્વંસ કરવામાં નિપુણ એવા આ જ્ઞાનને હું નિત્ય પૂજાં છું. ૨૧૬. [શ્લોકાર્થ:-] આ જીવ અઘસમૂહના વિશે સંસ્કૃતિવધૂનું પતિપણે પામીને (અર્થાત શુભાશુભ કર્મોના વિશે સંસારરૂપી સ્ત્રીનો પતિ બનીને) કામજનિત સુખ માટે આકુળ મતિવાળો * નિરુપધિ = છેતરપિંડી વિનાના; સાચા; વાસ્તવિક. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy