________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૨]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
(પૃથ્વી) निजात्मगुणसंपदं मम हृदि स्फुरन्तीमिमां समाधिविषयामहो क्षणमहं न जाने पुरा। जगत्रितयवैभवप्रलयहेतुदुःकर्मणां प्रभुत्वगुणशक्तिः खलु हतोस्मि हा संसृतौ।।१९८ ।।
(માર્યા) भवसंभवविषभूरुहफलमखिलं दु:खकारणं बुद्धा। आत्मनि चैतन्यात्मनि संजातविशुद्धसौख्यमनुभुंक्ते।। १९९ ।।
इति सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेव-विरचितायां नियमसारव्याख्यायां तात्पर्यवृत्तौ शुद्धनिश्चयप्रायश्चित्ताधिकारः अष्टमः श्रुतस्कन्धः।।
લાગતું ) એવું જે ભવભવનું સુખ તે સઘળુંય હું આત્મશક્તિથી નિત્ય સમ્યક પ્રકારે તજ છું; (અ) જેનો નિજ વિલાસ પ્રગટ થયો છે, જે સહજ પરમ સૌખ્યવાળું છે અને જે ચૈતન્યચમત્કારમાત્ર છે, તેને (-તે આત્મતત્ત્વને) હું સર્વદા અનુભવું છું. ૧૯૭.
[શ્લોકાર્થ:-] અહો! મારા હૃદયમાં સ્કુરાયમાન આ નિજ આત્મગુણ-સંપદાને-કે જે સમાધિનો વિષય છે તેને-મેં પૂર્વે એક ક્ષણ પણ જાણી નહિ. ખરેખર, ત્રણ લોકના વૈભવના પ્રલયના હેતુભૂત દુષ્કર્મોની પ્રભુત્વગુણશક્તિથી (-દુષ્ટ કર્મોના પ્રભુત્વગુણની શક્તિથી), અરેરે ! હું સંસારમાં માર્યો ગયો છું (–હેરાન થઈ ગયો છું ). ૧૯૮.
[ શ્લોકાર્થ:-] ભવોત્પન્ન (–સંસારમાં ઉત્પન્ન થતા ) વિષવૃક્ષના સમસ્ત ફળને દુઃખનું કારણ જાણીને હું ચૈતન્યાત્મક આત્મામાં ઉત્પન્ન વિશુદ્ધસૌખ્યને અનુભવું છું. ૧૯૯.
આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇંદ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત્ શ્રીમદ્ભગવત્કંદ-કુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિ-દેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં) શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર નામનો આઠમો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com