________________
Version 002: remember fo check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર
मंदाक्रांता )
कायोत्सर्गो भवति सततं निश्चयात्संयतानां कायोद्भूतप्रबलतरसत्कर्ममुक्तेः सकाशात्। वाचां जल्पप्रकरविरतेर्मानसानां निवृत्तेः स्वात्मध्यानादपि च नियतं स्वात्मनिष्ठापराणाम्।। १९५ ।।
(માલિની)
जयति सहजतेज:पुंजनिर्मग्नभास्वत्सहजपरमतत्त्वं मुक्तमोहान्धकारम्। सहजपरमदृष्टया निष्ठितन्मोघजातं ( ? ) भवभवपरितापैः कल्पनाभिश्च मुक्तम् ।। १९६ ।।
(માલિની)
भवभवसुखमल्पं कल्पनामात्ररम्यं तदखिलमपि नित्यं संत्यजाम्यात्मशक्त्या ।
सहजपरमसौख्यं चिच्चमत्कारमात्रं स्फुटितनिजविलासं सर्वदा चेतयेहम्।। ९९७ ।।
[૨૪૧
[હવે આ શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ પાંચ શ્લોક કહે છે: ]
[શ્લોકાર્થ:-] જે નિરંતર સ્વાત્મનિષ્ઠાપરાયણ ( -નિજ આત્મામાં લીન) છે તે સંયમીઓને, કાયાથી ઉત્પન્ન થતાં અતિ પ્રબળ સત્-કર્મોના (-કાયા સંબંધી પ્રબળ શુભ ક્રિયાઓના ત્યાગને લીધે, વાણીના જલ્પસમૂહની વિરતિને લીધે અને માનસિક ભાવોની (વિકલ્પોની ) નિવૃત્તિને લીધે, તેમ જ નિજ આત્માના ધ્યાનને લીધે, નિશ્ચયથી સતત કાયોત્સર્ગ છે. ૧૯૫.
[ શ્લોકાર્થ:-] સહજ તેજ:પુંજમાં નિમત્ર એવું તે પ્રકાશમાન સહજ પરમ તત્ત્વ જયવંત છે-કે જેણે મોહાંધકારને દૂર કર્યો છે (અર્થાત્ મોહાંધકાર રહિત છે), જે સહજ પરમ દૃષ્ટિથી પરિપૂર્ણ છે અને જે વૃથા-ઉત્પન્ન ભવભવના પરિતાપોથી તથા કલ્પનાઓથી મુક્ત છે.
૧૯૬.
[ શ્લોકાર્થ:- ] અલ્પ (–તુચ્છ) અને કલ્પનામાત્રરમ્ય (–માત્ર કલ્પનાથી જ રમણીય
Please inform us of any errors on rajesh@Atma Dharma.com