________________
Version 002: remember fo check http://www.AtmaDharma.com for updates
૨૨૦]
[ભગવાનશ્રીકુંદકુંદ
तीव्रचारित्रमोहोदयबलेन पुंवेदाभिधाननोकषायविलासो मदः । अत्र मदशब्देन मदनः कामपरिणाम इत्यर्थः । चतुरसंदर्भगर्भीकृतवैदर्भकवित्वेन आदेयनामकर्मोदये सति सकलजनपूज्यतया, मातृपितृसम्बन्धकुलजातिविशुद्धया वा, शतसहस्रकोटिभटाभिधानप्रधानब्रह्मचर्यव्रतोपार्जितनिरुपमबलेन च दानादिशुभकर्मोपार्जितसंपद्वृद्धिविलासेन, अथवा बुद्धितपोवैकुर्वणौषधरसबलाक्षीणर्द्धिभिः सप्तभिर्वा, कमनीयकामिनीलोचनानन्देन वपुर्लावण्यरसविसरेण वा आत्माहंकारो मानः । गुप्तपापतो माया । युक्तस्थले धनव्ययाभावो लोभ:; निश्चयेन निखिलपरिग्रहपरित्यागलक्षणनिरंजननिजपरमात्मतत्त्वपरिग्रहात् अन्यत् परमाणुमात्रद्रव्यस्वीकारो लोभः । एभिश्चतुर्भिर्वा भावैः परिमुक्तः शुद्धभाव एव भावशुद्धिरिति भव्यप्राणिनां लोकालोकप्रदर्शिभिः परमवीतरागसुखामृतपानपरितृप्तैर्भगवद्भिरर्हद्भिरभिहित કૃતિા
નિયમસાર
'
તીવ્ર ચારિત્રમોહના ઉદયને લીધે પુરુષવેદ નામના નોકષાયનો વિલાસ તે મદ છે. અહીં ‘ મદ ' શબ્દનો ‘ મદન ' એટલે કે કામપરિણામ એવો અર્થ છે. (૧) ચતુર વચનરચનાવાળા *વૈદર્ભકવિત્વને લીધે, આદેયનામકર્મનો ઉદય હોતાં સમસ્ત જનો વડે પૂજનીયપણાથી, (૨) માતા-પિતા સંબંધી કુળ-જાતિની વિશુદ્ધિથી, (૩) પ્રધાન બ્રહ્મચર્યવ્રત વડે ઉપાર્જિત લક્ષકોટિ સુભટ સમાન નિરુપમ બળથી, (૪) દાનાદિ શુભ કર્મ વડે ઉપાર્જિત સંપત્તિની વૃદ્ધિના વિલાસથી, ( ૫ ) બુદ્ધિ, તપ, વિક્રિયા, ઔષધ, રસ, બળ અને અક્ષીણ-એ સાત ઋદ્ધિઓથી, અથવા (૬) સુંદર કામિનીઓનાં લોચનને આનંદ પમાડનારા શરી૨લાવણ્યરસના વિસ્તારથી થતો જે આત્મ-અહંકાર (આત્માનો અહંકારભાવ) તે માન છે. ગુપ્ત પાપથી માયા હોય છે. યોગ્ય સ્થળે ધનવ્યયનો અભાવ તે લોભ છે; નિશ્ચયથી સમસ્ત પરિગ્રહનો પરિત્યાગ જેનું લક્ષણ ( સ્વરૂપ ) છે એવા નિરંજન નિજ પરમાત્મતત્ત્વના પરિગ્રહથી અન્ય પરમાણુમાત્ર દ્રવ્યનો સ્વીકાર તે લોભ છે.–આ ચારેય ભાવોથી પરિમુક્ત (રહિત ) શુદ્ધભાવ તે જ ભાવશુદ્ધિ છે એમ ભવ્ય જીવોને લોકાલોકદર્શી, પરમવીતરાગ સુખામૃતના પાનથી પરિતૃપ્ત અદ્વૈતભગવંતોએ કહ્યું
છે.
[હવે આ ૫૨મ-આલોચના અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ નવ શ્લોક કહે છે: ]
* વૈદર્ભકવિ = એક પ્રકારની સાહિત્યપ્રસિદ્ધ સુંદર કાવ્યરચનામાં કુશળ વિ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com