SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા] પરમ-આલોચના અધિકાર [ ૨૦૯ માનો વનમાલુંછનમવિવૃતિવરણં જ માવશુદ્ધિચ્છા चतुर्विधमिह परिकथितं आलोचनलक्षणं समये।। १०८ ।। आलोचनालक्षणभेदकथनमेतत्। भगवदर्हन्मुखारविन्दविनिर्गतसकलजनताश्रुतिसुभगसुन्दरानन्दनिष्यन्द्यनक्षरात्मकदिव्यध्वनिपरिज्ञानकुशलचतुर्थज्ञानधरगौतममहर्षिमुखकमलविनिर्गतचतुरसन्दर्भगर्भीकृतरा द्धान्ता-दिसमस्तशास्त्रार्थसार्थसारसर्वस्वीभूतशुद्धनिश्चयपरमालोचनायाश्चत्वारो विकल्पा भवन्ति। ते वक्ष्यमाणसूत्रचतुष्टये निगद्यन्त इति। અન્વયાર્થ– ફુદ ] હવે, [ નાનો નનક્ષi] આલોચનાનું સ્વરૂપ [બતાવન” ] આલોચન, [નાનું છમ્ ] આલુંછન, [વિકૃતિકરણ] અવિકૃતિકરણ [૨] અને [ભાવશુદ્ધિ ] *ભાવશુદ્ધિ [ ચતુર્વિઘ ] એમ ચાર પ્રકારનું [ સમયે] શાસ્ત્રમાં [પરિવથિતમૂ ] કહ્યું છે. ટીકાઃ-આ, આલોચનાના સ્વરૂપના ભેદોનું કથન છે. ભગવાન અહંતના મુખારવિંદથી નીકળેલો, (શ્રવણ માટે આવેલ) સકળ જનતાને શ્રવણનું સૌભાગ્ય મળે એવો, સુંદર-આનંદસ્યદી (સુંદર-આનંદઝરતો), અનક્ષરાત્મક જે દિવ્યધ્વનિ, તેના પરિજ્ઞાનમાં કુશળ ચતુર્થજ્ઞાનધર (મન:પર્યયજ્ઞાનધારી) ગૌતમમહર્ષિના મુખકમળથી નીકળેલી જે ચતુર વચનરચના, તેના ગર્ભમાં રહેલાં રાદ્ધાંતાદિ (સિદ્ધાંતાદિ) સમસ્ત શાસ્ત્રોના અર્થસમુહના સારસર્વસ્વરૂપ શુદ્ધ-નિશ્ચય-પરમ-આલોચનાના ચાર ભેદો છે. તે ભેદો હવે પછી કહેવામાં આવતાં ચાર સુત્રોમાં કહેવાશે. [ હવે આ ૧૦૮ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે: ] ૧. પોતે પોતાના દોષો સૂક્ષ્મતાથી જોઈ જવા અથવા ગુરુ પાસે પોતાના દોષોનું નિવેદન કરવું તે વ્યવહાર-આલોચન છે. નિશ્ચય-આલોચનનું સ્વરૂપ ૧૦૯ મી ગાથામાં કહેવામાં આવશે. ૨. આલુછન = ( દોષોનુ) આલુચન અર્થાત્ ઉખેડી નાખવું તે ૩. અવિકૃતિકરણ = વિકારરહિતતા કરવી તે ૪. ભાવશુદ્ધિ = ભાવોને શુદ્ધ કરવા તે Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy