SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૦] નિયમસાર [ ભગવાન શ્રીકુંદકુંદ निश्चयप्रत्याख्यानयोग्यजीवस्वरूपाख्यानमेतत्। सकलकषायकलंकपंकविमुक्तस्य निखिलेन्द्रियव्यापारविजयोपार्जितपरमदान्तरूपस्य अखिलपरीषहमहाभटविजयोपार्जितनिजशूरगुणस्य निश्चयपरमतपश्चरणनिरतशुद्धभावस्य संसारदुःखभीतस्य व्यवहारेण चतुराहारविवर्जनप्रत्याख्यानम्। किं च पुन: व्यवहारप्रत्याख्यानं कुदृष्टेरपि पुरुषस्य चारित्रमहोदयहेतुभूतद्रव्यभावकर्मक्षयोपशमेन क्वचित् कदाचित् संभवति। अत एव निश्चयप्रत्याख्यानं हितम् अत्यासन्नभव्यजीवानाम्; यतः स्वर्णनामधेयधरस्य पाषाणस्योपादेयत्वं न तथांधपाषाणस्येति। ततः संसारशरीरभोगनिर्वेगता निश्चयप्रत्याख्यानस्य कारणं, पुनर्भाविकाले संभाविनां निखिलमोहरागद्वेषादिविविधविभावानां परिहार: परमार्थप्रत्याख्यानम्, अथवानागतकालोद्भव સંસારથી ભયભીત છે, તેને [સુરવં પ્રત્યારથાનં] સુખમય પ્રત્યાખ્યાન ( અર્થાત્ નિશ્ચય પ્રત્યાખ્યાન) [ ભવેત્ ] હોય છે. ટીકા:-જે જીવ નિશ્ચયપ્રત્યાખ્યાનને યોગ્ય હોય એવા જીવના સ્વરૂપનું આ કથન છે. જે સમસ્ત કપાયકલંકરૂપ કાદવથી વિમુક્ત છે, સર્વ ઇંદ્રિયોના વ્યાપાર ઉપર વિજય મેળવ્યો હોવાથી જેણે પરમ દાન્તરૂપતા પ્રાપ્ત કરી છે, સકળ પરિષહરૂપી મહા સુભટોને જીત્યા હોવાથી જેણે નિજ શૂરગુણ પ્રાપ્ત કર્યો છે, નિશ્ચય-પરમ-તપશ્ચરણમાં 'નિરત એવો શુદ્ધભાવ જેને વર્તે છે અને જે સંસારદુઃખથી ભયભીત છે, તેને (યથોચિત શુદ્ધતા સહિત) વ્યવહારથી ચાર આહારના ત્યાગરૂપ પ્રત્યાખ્યાન છે. પરંતુ (શુદ્ધતા વિનાનું) વ્યવહારપ્રત્યાખ્યાન તો કુદૃષ્ટિ (-મિથ્યાત્વી) પુરુષને પણ ચારિત્રમોહના ઉદયના હેતુભૂત દ્રવ્યકર્મ-ભાવકર્મના ક્ષયોપશમ વડે કવચિત કદાચિત સંભવે છે. તેથી જ નિશ્ચયપ્રત્યાખ્યાન અતિ-આસન્નભવ્ય જીવોને હિતરૂપ છે; કારણ કે જેમ સુવર્ણપાષાણ નામનો પાષાણ ઉપાદેય છે તેમ અંધપાષાણ નથી. માટે (યથોચિત શુદ્ધતા સહિત) સંસાર અને શરીર સંબંધી ભોગની નિર્વેગતા નિશ્ચયપ્રત્યાખ્યાનનું કારણ છે અને ભવિષ્ય કાળે થનારા સમસ્ત મોહરાગદ્વેષાદિ વિવિધ વિભાવોનો પરિહાર તે પરમાર્થ પ્રત્યાખ્યાન છે ૧ નિરત = રત; તત્પર; પરાયણ; લીન. ૨ જે પાષાણમાં સુવર્ણ હોય છે તેને સુવર્ણપાષાણ કહે છે અને જે પાષાણમાં સુવર્ણ હોતું નથી તેને અંધપાષાણ કહે છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy