________________
૧૯૬ ]
Version 002: remember fo check http://www.AtmaDharma.com for updates
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
भेदविज्ञानिनोऽपि मम परमतपोधनस्य पूर्वसंचितकर्मोदयबलाच्चारित्रमोहोदये सति यत्किंचिदपि दुश्चरित्रं भवति चेत्तत् सर्वं मनोवाक्कायसंशुद्धया संत्यजामि । सामायिकशब्देन तावच्चारित्रमुक्तं सामायिकछेदोपस्थापनपरिहारविशुद्धयभिधानभेदात्त्रिविधम्। अथवा जघन्यरत्नत्रयमुत्कृष्टं करोमि; नवपदार्थपरद्रव्यश्रद्धानपरिज्ञानाचरणस्वरूपं रत्नत्रयं साकारं, तत् स्वस्वरूपश्रद्धानपरिज्ञानानुष्ठानरूपस्वभावरत्नत्रयस्वीकारेण निराकारं शुद्धं करोमि इत्यर्थः। किं च, भेदोपचारचारित्रम् अभेदोपचारं करोमि, अभेदोपचारम् अभेदानुपचारं करोमि इति त्रिविधं सामायिकमुत्तरोत्तरस्वीकारेण सहजपरमतत्त्वाविचलस्थितिरूपसहजनिश्चयचारित्रं, निराकारतत्त्वनिरतत्वान्निराकार
चारित्रमिति ।
तथा चोक्तं प्रवचनसारव्याख्यायाम्
(
મને પ૨મ–તપોધનને, ભેદવિજ્ઞાની હોવા છતાં, પૂર્વસંચિત કર્મના ઉદયને લીધે ચારિત્રમોહનો ઉદય હોતાં જો કાંઈ પણ દુઃચારિત્ર હોય, તો તે સર્વને મન-વચન-કાયાની સંશુદ્ધિથી હું સમ્યક્ પ્રકારે ત છું. ‘સામાયિક' શબ્દથી ચારિત્ર કહ્યું છે-કે જે ( ચારિત્ર ) સામાયિક, છેદોપસ્થાપન અને પરિહારવિશુદ્ધિ નામના ત્રણ ભેદોને લીધે ત્રણ પ્રકારનું છે. (હું તે ચારિત્રને નિરાકાર કરું છું.) અથવા હું જઘન્ય રત્નત્રયને ઉત્કૃષ્ટ કરું છું; નવ પદાર્થરૂપ પરદ્રવ્યનાં શ્રદ્ધાન-જ્ઞાન-આચરણસ્વરૂપ રત્નત્રય સાકાર (-સવિકલ્પ ) છે, તેને નિજ સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ સ્વભાવરત્નત્રયના સ્વીકાર (-અંગીકાર ) વડે નિરાકાર-શુદ્ધ કરું છું, એમ અર્થ છે. વળી (બીજી રીતે કહીએ તો), હું ભેદોપચાર ચારિત્રને અભેદોપચાર કરું છું અને અભેદોપચાર ચારિત્રને અભેદાનુપચાર કરું છું–એમ ત્રિવિધ સામાયિકને (–ચારિત્રને ) ઉત્તરોત્તર સ્વીકૃત ( અંગીકૃત ) કરવાથી સહજ પરમ તત્ત્વમાં અવિચળ સ્થિતિરૂપ સહજ નિશ્ચયચારિત્ર હોય છે-કે જે (નિશ્ચયચારિત્ર ) નિરાકાર તત્ત્વમાં લીન હોવાથી નિરાકાર ચારિત્ર છે.
એવી રીતે શ્રી પ્રવચનસારની ( અમૃતચંદ્રાચાર્યદેવકૃત તત્ત્વદીપિકા નામની ) ટીકામાં (૧૨મા શ્લોક દ્વારા ) કહ્યું છે કેઃ
Please inform us of any errors on rajesh@Atma Dharma.com