________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૨]
નિયમસાર
વાનશ્રીકુંદકુંદ
एकश्च म्रियते जीव: एकश्च जीवति स्वयम। एकस्य जायते मरणं एकः सिध्यति नीरजाः।। १०१ ।।
इह हि संसारावस्थायां मुक्तौ च निःसहायो जीव इत्युक्तः।
नित्यमरणे तद्भवमरणे च सहायमन्तरेण व्यवहारतश्चैक एव म्रियते; सादिसनिधनमूर्तिविजातीयविभावव्यंजननरनारकादिपर्यायोत्पत्तौ चासन्नगतानुपचरितासदतव्यवहारनयादेशेन स्वयमेवोज्जीवत्येव। सर्वैबधभिः परिरक्ष्यमाणस्यापि महाबलपराक्रमस्यैकस्य जीवस्याप्रार्थितमपि स्वयमेव जायते मरणम्; एक एव परमगुरुप्रसादासादितस्वात्माश्रयनिश्चयशुक्लध्यानबलेन स्वात्मानं ध्यात्वा नीरजाः सन् सद्यो निर्वाति।
तथा चोक्तम्
અન્વયાર્થ: નીવ: : ૨] જીવ એકલો [ પ્રિયતે] મરે છે [૨] અને [ સ્વયમ્ 9:] સ્વયં એકલો [ નીવતિ] જન્મે છે; [ ૨] એકલાનું [મર નીયતે] મરણ થાય છે. અને [ Te:] એકલો [ નીરની:] રજ રહિત થયો થકો [ સિધ્યત્તિ ] સિદ્ધ થાય છે.
ટીકા:-અહીં ( આ ગાથામાં), સંસારાવસ્થામાં અને મુક્તિમાં જીવ નિઃસહાય છે એમ કહ્યું છે.
નિત્ય મરણમાં ( અર્થાત્ સમયે સમયે થતા આયુકર્મના નિષેકોના ક્ષયમાં) અને તે ભવ સંબંધી મરણમાં, (બીજા કોઈની) સહાય વિના વ્યવહારથી (જીવ) એકલો જ મરે છે તથા સાદિ-સાત મૂર્તિક વિજાતીયવિભાવભંજનપર્યાયરૂપ નર-નારકાદિપર્યાયોની ઉત્પત્તિમાં, આસન્નઅનુપચરિત-અસદભૂત-વ્યવહારનયના કથનથી (જીવ એકલો જ) સ્વયમેવ જન્મે છે. સર્વ બંધુજનોથી રક્ષણ કરવામાં આવતું હોવા છતાં પણ, મહાબળપરાક્રમવાળા જીવનું એકલાનું જ, અનિચ્છિત હોવા છતાં, સ્વયમેવ મરણ થાય છે; (જીવ) એકલો જ પરમ ગુરુના પ્રસાદથી પ્રાપ્ત સ્વાભાશ્રિત નિશ્ચયશુકલધ્યાનના બળે નિજ આત્માને ધ્યાઈને રજ રહિત થયો થકો શીઘા નિર્વાણ પામે છે.
એવી રીતે (અન્યત્ર શ્લોક દ્વારા) કહ્યું છે કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com