________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
[ ૧૯૩
(અનુદુમ ) “स्वयं कर्म करोत्यात्मा स्वयं तत्फलमश्नते। स्वयं भ्रमति संसारे स्वयं तस्माहि
उक्तं च श्रीसोमदेवपंडितदेवै:
(વસંતતિ71) "एकस्त्वमाविशसि जन्मनि संक्षये च भोक्तुं स्वयं स्वकृतकर्मफलानुबन्धम्। अन्यो न जातु सुखदुःखविधौ सहायः स्वाजीवनाय मिलितं विटपेटकं ते।।''
તથા હિ
(મંદ્રાક્રાંતા). एको याति प्रबलदुरधाज्जन्म मृत्यं च जीव: कर्मद्वन्द्वोद्भवफलमयं चारुसौख्यं च दुःखम्। भूयो भुंक्ते स्वसुखविमुखः सन् सदा तीव्रमोहादेकं तत्त्वं किमपि गुरुतः प्राप्य तिष्ठत्यमुष्मिन्।। १३७ ।।
[ શ્લોકાર્થ-] આત્મા સ્વયે કર્મ કરે છે, સ્વયં તેનું ફળ ભોગવે છે, સ્વયં સંસારમાં ભમે છે અને સ્વયં સંસારથી મુક્ત થાય છે.''
વળી શ્રી સોમદેવપંડિતદેવે (યશસ્તિલકચંપૂકાવ્યમાં બીજા અધિકારની અંદર એકત્યાનુપ્રેક્ષા વર્ણવતાં ૧૧૯ મા શ્લોક દ્વારા ) કહ્યું છે કે
“[ શ્લોકાર્થ:-] પોતે કરેલા કર્મના ફળાનુબંધને સ્વયં ભોગવવા માટે તું એકલો જન્મમાં તેમ જ મૃત્યુમાં પ્રવેશે છે, બીજું કોઈ (સ્ત્રીપુત્રમિત્રાદિક) સુખ-દુ:ખના પ્રકારોમાં બિલકુલ સહાયભૂત થતું નથી; પોતાની આજીવિકા માટે (માત્ર પોતાના સ્વાર્થ માટે સ્ત્રીપુત્રમિત્રાદિક) ધુતારાઓની ટોળી તને મળી છે.''
વળી ( આ ૧૦૧ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[શ્લોકાર્થ-] જીવ એકલો પ્રબળ દુષ્કૃતથી જન્મ અને મૃત્યુને પામે છે; જીવ એકલો સદા તીવ્ર મોહને લીધે સ્વસુખથી વિમુખ થયો થકો કર્મવંદ્વજનિત ફળમય (-શુભ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com