________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
[ ૧૯૧
તથા દિ
(માલિની) मम सहजसुदृष्टौ शुद्धबोधे चरित्रे सुकृतदुरितकर्मद्वन्द्वसंन्यासकाले। भवति स परमात्मा संवरे शुद्धयोगे न च न च भुवि कोऽप्यन्योस्ति मुक्त्यै पदार्थः।। १३५ ।।
(પૃથ્વી) क्वचिल्लसति निर्मलं वचन निर्मलानिर्मलं क्वचित्पुनरनिर्मलं गहनमेवमज्ञस्य यत्। तदेव निजबोधदीपनिहताधमूछायकं सतां हृदयपद्मसद्मनि च संस्थितं निश्चलम्।। १३६ ।।
एगो य मरदि जीवो एगो य जीवदि सयं। एगस्स जादि मरणं एगो सिज्झदि णीरओ।। १०१ ।।
વળી ( આ ૧૦૦ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે):
[ શ્લોકાર્થ:-] મારા સહજ સમ્યગ્દર્શનમાં, શુદ્ધ જ્ઞાનમાં, ચારિત્રમાં, સુકૃત અને દુષ્કૃતરૂપી કર્મઠંદ્રના સંન્યાસકાળમાં (અર્થાત પ્રત્યાખ્યાનમાં), સંવરમાં અને શુદ્ધ યોગમાં (–શુદ્ધોપયોગમાં) તે પરમાત્મા જ છે (અર્થાત્ સમ્યગ્દર્શનાદિ બધાંયનો આશ્રય-અવલંબન શુદ્ધાત્મા જ છે); મુક્તિની પ્રાપ્તિ માટે જગતમાં બીજો કોઈ પણ પદાર્થ નથી, નથી. ૧૩૫.
[ શ્લોકાર્થ-] જે કયારેક નિર્મળ દેખાય છે, કયારેક નિર્મળ તેમ જ અનિર્મળ દેખાય છે, વળી કયારેક અનિર્મળ દેખાય છે અને તેથી અજ્ઞાનીને માટે જે ગહન છે, તે જ-કે જેણે નિજજ્ઞાનરૂપી દીપક વડે પાપતિમિરને નષ્ટ કર્યું છે તે (આત્મ-તત્ત્વ) જ-સપુરુષોના હૃદયકમળરૂપી ઘરમાં નિશ્ચળપણે સંસ્થિત છે. ૧૩૬.
જીવ એકલો જ મરે, સ્વયં જીવ એકલો જન્મ અરે ! જીવ એકનું નીપજે મરણ, જીવ એકલો સિદ્ધિ લહે. ૧૦૧.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com