________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પરમાર્થ–પ્રતિક્રમણ અધિકાર
[ ૧૭૩
तथा चोक्तं समयसारे
“पडिकमणं पडिसरणं परिहारो धारणा णियत्ती य। जिंदा गरहा सोही अट्ठविहो होइ विसकुंभो।।''
तथा चोक्तं समयसारव्याख्यायाम्
(વસંતતિના) 'यत्र प्रतिक्रमणमेव विषं प्रणीतं तत्राप्रतिक्रमणमेव सुधा कुतः स्यात्। तत्किं प्रमाद्यति जनः प्रपतन्नधोऽध: किं नोर्ध्वमूर्ध्वमधिरोहति निष्प्रमादः।।"
એવી રીતે (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી સમયસારમાં (૩૦૬મી ગાથા દ્વારા) કહ્યું છે કે
“ “ [ ગાથાર્થ-] પ્રતિક્રમણ, પ્રતિસરણ, પરિહાર, ધારણા, "નિવૃત્તિ, નિંદા, ગર્ણ અને ‘શુદ્ધિ-એ આઠ પ્રકારનો વિષકુંભ છે.''
વળી એવી રીતે શ્રી સમયસારની (અમૃતચંદ્રાચાર્યદેવકૃત આત્મખ્યાતિ નામની) ટીકામાં (૧૮૯ મા શ્લોક દ્વારા) કહ્યું છે કે
“[ શ્લોકાર્થ:-] (અરે! ભાઈ, ) જ્યાં પ્રતિક્રમણને જ વિષે કહ્યું છે, ત્યાં અપ્રતિક્રમણ અમૃત કયાંથી હોય? ( અર્થાત્ ન જ હોય.) તો પછી માણસો નીચે નીચે પડતા થકા પ્રમાદી કાં થાય છે? નિષ્પમાદી થયા થકા ઊંચે ઊંચે કાં ચડતા નથી ?'
૧. પ્રતિક્રમણ = કરેલા દોષોનું નિરાકરણ કરવું તે ૨. પ્રતિસરણ = સમ્યકત્વાદિ ગુણોમાં પ્રેરણા ૩. પરિહાર = મિથ્યાત્વરાગાદિ દોષોનું નિવારણ ૪. ધારણા = પંચનમસ્કારાદિ મંત્ર, પ્રતિમા વગેરે બાહ્ય દ્રવ્યોના આલંબન વડ ચિત્તને સ્થિર
કરવું તે ૫. નિવૃત્તિ = બાહ્ય વિષયકપાયાદિ ઇચ્છામાં વર્તતા ચિત્તને પાછું વાળવું તે ૬. નિંદા = આત્મસાક્ષીએ દોષોનું પ્રગટ કરવું તે ૭. ગહ = ગુરુસાક્ષીએ દોષોનું પ્રગટ કરવું તે ૮. શુદ્ધિ = દોષ થતાં પ્રાયશ્ચિત્ત લઈને વિશુદ્ધિ કરવી તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com