________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
तथा हि
(મુન્દ્રાક્રાંતા) आत्मध्यानादपरमखिलं घोरसंसारमूलं ध्यानध्येयप्रमुखसुतपःकल्पनामात्ररम्यम्। बुवा धीमान् सहजपरमानन्दपीयूषपूरे निर्मज्जन्तं सहजपरमात्मानमेकं प्रपेदे।। १२३ ।।
झाणणिलीणो साहू परिचागं कुणइ सव्वदोसाणं। तम्हा दु झाणमेव हि सव्वदिचारस्स पडिकमणं।। ९३ ।।
ध्याननिलीनः साधुः परित्यागं करोति सर्वदोषाणाम्। तस्मात्तु ध्यानमेव हि सर्वातिचारस्य प्रतिक्रमणम्।।९३ ।।
अत्र ध्यानमेकमुपादेयमित्युक्तम्।
વળી ( આ ૯રમી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે):
[ શ્લોકાર્થ:-] આત્મધ્યાન સિવાયનું બીજાં બધું ઘોર સંસારનું મૂળ છે, (અને ) ધ્યાન-ધ્યયાદિક સુતપ (અર્થાત્ ધ્યાન, ધ્યેય વગેરેના વિકલ્પવાળું શુભ તપ પણ) કલ્પનામાત્ર રમ્ય છે;-આવું જાણીને ધીમાન (-બુદ્ધિમાન પુરુષ) સહજ પરમાનંદરૂપી પીયૂષના પૂરમાં ડૂબતા (-લીન થતા) એવા સહજ પરમાત્માનો એકનો આશ્રય કરે છે. ૧૨૩.
રહી ધ્યાનમાં તલ્લીન, છોડે સાધુ દોષ સમસ્તને; તે કારણે બસ ધ્યાન સૌ અતિચારનું પ્રતિક્રમણ છે. ૯૩.
અન્વયાર્થનું ધ્યાનનિનીન: ] ધ્યાનમાં લીન [ સાધુ: ] સાધુ [ સર્વતોષાગામ] સર્વ દોષોનો [ પરિત્યા] પરિત્યાગ [ રોતિ] કરે છે; [ તાત્ તુ] તેથી [ ધ્યાનમ્ વ] ધ્યાન જ [ દિ] ખરેખર [સર્વાતિવીર ] સર્વ અતિચારનું [પ્રતિવ્રમમ્] પ્રતિક્રમણ છે.
ટીકા:-અહીં ( આ ગાથામાં), ધ્યાન એક ઉપાદેય છે એમ કહ્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com