________________
Version 002: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૬૨ ]
નિયમસાર
परमतत्त्वगतं तत एव स तपोधनः सदा शुद्ध इति ।
तथा चोक्तं प्रवचनसारव्याख्यायाम्
तथा हि
(શાર્દૂનવિદ્રીડિત)
'इत्येवं चरणं पुराणपुरुषैर्जुष्टं विशिष्टादरैरुत्सर्गादपवादतश्च विचरद्बह्वीः पृथग्भूमिकाः । आक्रम्य क्रमतो निवृत्तिमतुलां कृत्वा यतिः सर्वतश्चित्सामान्यविशेषभासिनि निजद्रव्ये करोतु स्थितिम् ॥'
..
( માલિની )
विषयसुखविरक्ताः शुद्धतत्त्वानुरक्ताः तपसि निरतचित्ताः शास्त्रसंघातमत्ताः। गुणमणिगणयुक्ताः सर्वसंकल्पमुक्ताः कथममृतवधूटीवल्लभा न स्युरेते।। ११५ ।।
[ભગવાનશ્રીકુંદકુંદ
ભાવ કરે છે,) તે મુનિ નિશ્ચય પ્રતિક્રમણસ્વરૂપ કહેવાય છે, કારણ કે તેને પરમતત્ત્વગત (-૫૨માત્મતત્ત્વ સાથે સંબંધવાળું) નિશ્ચયપ્રતિક્રમણ છે તેથી જ તે તપોધન સદા શુદ્ધ છે.
એવી રીતે શ્રી પ્રવચનસારની ( અમૃતચંદ્રાચાર્યદેવકૃત તત્ત્વદીપિકા નામની ) ટીકામાં (૧૫મા શ્લોક દ્વારા ) કહ્યું છે કેઃ
‘[ શ્લોકાર્થ:-] એ પ્રમાણે વિશિષ્ટ આદરવાળા પુરાણ પુરુષોએ સેવેલું, ઉત્સર્ગ અને અપવાદ દ્વારા ઘણી પૃથક પૃથક્ ભૂમિકાઓમાં વ્યાપતું જે ચરણ ( -ચારિત્ર ) તેને યતિ - પ્રાસ કરીને, ક્રમશઃ અતુલ નિવૃત્તિ કરીને, ચૈતન્યસામાન્ય અને ચૈતન્યવિશેષરૂપ જેનો પ્રકાશ છે એવા નિજદ્રવ્યમાં સર્વતઃ સ્થિતિ કરો.''
વળી (આ ૮૬ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે ):
[શ્લોકાર્થ:-] જેઓ વિષયસુખથી વિરક્ત છે, શુદ્ધ તત્ત્વમાં અનુરક્ત છે, તપમાં લીન જેમનું ચિત્ત છે, શાસ્ત્રસમૂહમાં જેઓ મત્ત છે, ગુણરૂપી મણિઓના સમુદાયથી યુક્ત
* આદર = કાળજી; સાવધાની; પ્રયત્ન; બહુમાન.
* મત્ત = મસ્ત; ઘેલા; અતિશય પ્રીતિવંત; અતિ આનંદિત.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com