________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પરમાર્થ–પ્રતિક્રમણ અધિકાર
[ ૧૬૧
उन्मार्गं परित्यज्य जिनमार्गे यस्तु करोति स्थिरभावम्। स प्रतिक्रमणमुच्यते प्रतिक्रमणमयो भवेद्यस्मात्।। ८६ ।।
अत्र उन्मार्गपरित्यागः सर्वज्ञवीतरागमार्गस्वीकारश्चोक्तः।
यस्तु शंकाकांक्षाविचिकित्साऽन्यदृष्टिप्रशंसासंस्तवमलकलंकपंकनिर्मुक्त: शुद्धनिश्चयसदृष्टि: बुद्धादिप्रणीतमिथ्यादर्शनज्ञानचारित्रात्मकं मार्गाभासमुन्मार्ग परित्यज्य व्यवहारेण
महादेवाधिदेवपरमेश्वरसर्वज्ञवीतरागमार्गे पचमहाव्रतपंचसमितित्रिगुप्तिपंचेन्द्रियनिरोध- षडावश्यकाद्यष्टाविंशतिमूलगुणात्मके स्थिरपरिणामं करोति, शुद्धनिश्चयनयेन सहज- बोधादिशुद्धगुणालंकृते सहजपरमचित्सामान्यविशेषभासिनि निजपरमात्मद्रव्ये स्थिरभावं शुद्धचारित्रमयं करोति, स मुनिर्निश्चयप्रतिक्रमणस्वरूप इत्युच्यते, यस्मान्निश्चयप्रतिक्रमणं
અન્વયાર્થ:: ] જે (જીવ) [ઉન્મા] ઉન્માર્ગને [પરિત્યજ્ય ] પરિત્યાગીને [નિનમા] જિનમાર્ગમાં [રિસ્થરમાવ૫] સ્થિરભાવ [ રોતિ] કરે છે, [ :] તે (જીવ) [ પ્રતિ મણ ] પ્રતિક્રમણ [૩વ્યક્ત ] કહેવાય છે, [વરમાત્] કારણ કે તે [પ્રતિક્રમણમય: ભવેત્ ] પ્રતિક્રમણમય છે.
ટીકા:-અહીં ઉન્માર્ગનો પરિત્યાગ અને સર્વજ્ઞવીતરાગ-માર્ગનો સ્વીકાર વર્ણવવામાં આવેલ છે.
જે શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્યદષ્ટિપ્રશંસા અને *અન્યદૃષ્ટિસંતવરૂપ મળકલંકપંકથી વિમુક્ત (–મળકલંકરૂપી કાદવથી રહિત) શુદ્ધનિશ્ચયસમ્યગ્દષ્ટિ (જીવ) બુદ્ધાદિપ્રણીત મિથ્યાદર્શનશાનચારિત્રાત્મક માર્ગાભાસરૂપ ઉન્માર્ગને પરિત્યાગીને, વ્યવહારે પાંચ મહાવ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુતિ, પાંચ ઇંદ્રિયોનો નિરોધ, છે આવશ્યક ઇત્યાદિ અઠ્યાવીશ મૂળગુણસ્વરૂપ મહાદેવાધિદેવ-પરમેશ્વર-સર્વજ્ઞ-વીતરાગના માર્ગમાં સ્થિર પરિણામ કરે છે, અને શુદ્ધનિશ્ચયનયે સહજજ્ઞાનાદિ શુદ્ધગુણોથી અલંકૃત, સહજ પરમ ચૈતન્યસામાન્ય અને (સહજ પરમ) ચૈતન્યવિશેષરૂપ જેનો પ્રકાશ છે એવા નિજ પરમાત્મદ્રવ્યમાં શુદ્ધચારિત્રમય સ્થિરભાવ કરે છે, (અર્થાત્ જે શુદ્ધનિશ્ચય-સમ્યગ્દષ્ટિ જીવ વ્યવહાર અઠયાવીશ મૂળગુણાત્મક માર્ગમાં અને નિશ્ચય શુદ્ધ ગુણોથી શોભિત દર્શનજ્ઞાનાત્મક પરમાત્મદ્રવ્યમાં સ્થિર
* અન્યદષ્ટિસંતવ = (૧) મિથ્યાષ્ટિનો પરિચય; (૨) મિથ્યાષ્ટિની સ્તુતિ. (મનથી મિથ્યાષ્ટિનો મહિમા કરવો તે અન્યદષ્ટિપ્રશંસા છે અને મિથ્યાષ્ટિના મહિમાનાં વચનો બોલવાં તે અન્યદષ્ટિસંસ્તવ છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com