________________
૧૬૦ ]
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧. સ્ફુરિત ૨. પ્રસંગ
નિયમસાર
(માલિની)
अथ निजपरमानन्दैकपीयूषसान्द्रं
स्फुरितसहजबोधात्मानमात्मानमात्मा।
=
[ભગવાનશ્રીકુંદકુંદ
निजशममयवार्भिर्निर्भरानंदभक्त्या स्नपयतु बहुभिः किं लौकिकालापजालैः ।। ११३ ।।
उम्मग्गं परिचत्ता जिणमग्गे जो दु कुणदि थिरभावं । सो पडिकमणं उच्चइ पडिकमणमओ हवे जम्हा ।। ८६ ।।
[ શ્લોકાર્થ:- ] આત્મા નિજ ૫૨માનંદરૂપી અદ્વિતીય અમૃતથી ગાઢ ભરેલા, ‘સ્ફુરિતસહજ-જ્ઞાનસ્વરૂપ આત્માને નિર્ભર (–ભરચક) આનંદ-ભક્તિપૂર્વક નિજ શમમય જળ વડે સ્નાન કરાવો; બહુ લૌકિક આલાપજાળોથી શું પ્રયોજન છે ( અર્થાત બીજા અનેક લૌકિક કથનસમૂહોથી શું કાર્ય સરે એમ છે)? ૧૧૩.
=
स्रग्धरा ) मुक्त्वानाचारमुच्चैर्जननमृतकरं सर्वदोषप्रसंगं स्थित्वात्मन्यात्मनात्मा निरुपमसहजानंददृग्ज्ञप्तिशक्तौ। बाह्याचारप्रमुक्तः शमजलनिधिवार्बिन्दुसंदोहपूतः
सोऽयं पुण्यः पुराणः क्षपितमलकलिर्भाति लोकोद्धसाक्षी।। ११४ ।।
[શ્લોકાર્થ:-] જે આત્મા જન્મ-મરણને કરનારા, સર્વ દોષોના પ્રસંગવાળા અનાચારને અત્યંત છોડીને, નિરુપમ સહજ આનંદ-દર્શન-જ્ઞાન-વીર્યવાળા આત્મામાં આત્માથી સ્થિત થઈને, બાહ્ય આચારથી મુક્ત થયો થકો, શમરૂપી સમુદ્રના જલબિંદુઓના સમૂહથી પવિત્ર થાય છે, તે આ પવિત્ર પુરાણ (-સનાતન) આત્મા મળરૂપી ક્લેશનો ક્ષય કરીને લોકનો ઉત્કૃષ્ટ સાક્ષી થાય છે. ૧૧૪.
પરિત્યાગી જે ઉન્માર્ગને જિનમાર્ગમાં સ્થિરતા કરે, તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કા૨ણે. ૮૬.
પ્રગટ.
સંગ; સહવાસ; સંબંધ; જોડાણ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com