________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
પરમાર્થ–પ્રતિક્રમણ અધિકાર
[ ૧૫૭
अत्रात्माराधनाय वर्तमानस्य जन्तोरेव प्रतिक्रमणस्वरूपमुक्तम्।
यस्तु परमतत्त्वज्ञानी जीव: निरन्तराभिमुखतया शत्रुटयत्परिणामसंतत्या साक्षात् स्वभावस्थितावात्माराधनायां वर्तते अयं निरपराधः। विगतात्माराधन: सापराधः, अत एव निरवशेषेण विराधनं मुक्त्वा। विगतो राधो यस्य परिणामस्य स विराधनः। यस्मान्निश्चयप्रतिक्रमणमयः स जीवस्तत एव प्रतिक्रमणस्वरूप इत्युच्यते।
तथा चोक्तं समयसारे
“संसिद्धिराधसिद्धं साधियमाराधियं च एयटुं। अवगदराधो जो खलु चेदा सो होदि अवराधो।।''
उक्तं हि समयसारव्याख्यायां च
છોડીને [RTધનાયાં ] આરાધનામાં [ વર્તત ] વર્તે છે, [ 1 ] તે (જીવ) [ પ્રતિમાન] પ્રતિક્રમણ [૩વ્યતે] કહેવાય છે, [યરશ્મા ] કારણ કે તે [પ્રતિવ્રમણમય: ભવેત્ ] પ્રતિક્રમણમય
ટીકા-અહીં આત્માની આરાધનામાં વર્તતા જીવને જ પ્રતિક્રમણસ્વરૂપ કહેલ છે.
જે પરમતત્ત્વજ્ઞાની જીવ નિરંતર અભિમુખપણે (-આત્મસંમુખપણે) અતૂટ (-ધારાવાહી) પરિણામસંતતિ વડે સાક્ષાત્ સ્વભાવસ્થિતિમાં-આત્માની આરાધનામાં -વર્તે છે તે નિરપરાધ છે. જે આત્માના આરાધન રહિત છે તે સાપરાધ છે; તેથી જ, નિરવશેષપણે વિરાધન છોડીને-એમ કહ્યું છે. જે પરિણામ “વિગતરાધ” અર્થાત્ *રાધ રહિત છે તે વિરાધન છે. તે (વિરાધન વિનાનો-નિરપરાધ ) જીવ નિશ્ચયપ્રતિક્રમણમય છે, તેથી જ તેને પ્રતિક્રમણસ્વરૂપ કહેવામાં આવે છે.
એવી રીતે (શ્રીમદભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત ) શ્રી સમયસારમાં (૩૦૪ મી ગાથા દ્વારા ) કહ્યું છે કે:
“[ ગાથાર્થ-] સંસિદ્ધિ, રાધ, સિદ્ધ, સાધિત અને આરાધિત-એ શબ્દો એકાર્થ છે; જે આત્મા “અપગતરાધ” અર્થાત્ રાધથી રહિત છે તે આત્મા અપરાધ છે.''
શ્રી સમયસારની (અમૃતચંદ્રાચાર્યદેવકૃત આત્મખ્યાતિ નામની) ટીકામાં પણ (૧૮૭માં શ્લોક દ્વારા) કહ્યું છે કે
* રાધ = આરાધના; પ્રસન્નતા; કૃપા; સિદ્ધિ; પૂર્ણતા; સિદ્ધ કરવું તે; પૂર્ણ કરવું તે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com