SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] વ્યવહારચારિત્ર અધિકાર [૧૨૫ अपहृतसंयमिनां संयमज्ञानाद्युपकरणग्रहणविसर्गसमयसमुद्भवसमितिप्रकारोक्तिरियम्। उपेक्षासंयमिनां न पुस्तककमण्डलुप्रभृतयः, अतस्ते परमजिनमुनयः एकान्ततो निस्पृहाः, अत एव बाह्योपकरणनिर्मुक्ताः। अभ्यन्तरोपकरणं निजपरमतत्त्वप्रकाशदक्षं निरुपाधिस्वरूपसहजज्ञानमन्तरेण न किमप्युपादेयमस्ति। अपहृतसंयमधराणां परमागमार्थस्य पुनः पुनः प्रत्यभिज्ञानकारणं पुस्तकं ज्ञानोपकरणमिति यावत्, शौचोपकरणं च कायविशुद्धिहेतु: कमण्डलु:, संयमोपकरणहेतु: पिच्छ। एतेषां ग्रहणविसर्गयोः समयसमुद्रवप्रयत्नपरिणामविशुद्धिरेव हि आदाननिक्षेपणसमितिरिति निर्दिष्टेति। (મતિની) समितिषु समितीयं राजते सोत्तमानां परमजिनमुनीनां संहतौ क्षांतिमैत्री। त्वमपि कुरु मन:पंकेरुहे भव्य नित्यं भवसि हि परमश्रीकामिनीकांतकांतः।। ८७ ।। આ, અપહતસંયમીઓને સંયમજ્ઞાનાદિકના ઉપકરણો લેતી-મૂક્તી વખતે ઉત્પન્ન થતી સમિતિનો પ્રકાર કહ્યો છે. ઉપેક્ષાસંયમીઓને પુસ્તક, કમંડળ વગેરે હોતાં નથી; તે પરમજિનમુનિઓ એકાંતે (–સર્વથા ) નિસ્પૃહ હોય છે તેથી જ તેઓ બાહ્ય ઉપકરણ રહિત હોય છે. અત્યંતર ઉપકરણભૂત, નિજ પરમતત્ત્વને પ્રકાશવામાં ચતુર એવું જે નિરુપાધિસ્વરૂપ સહજ જ્ઞાન તેના સિવાય બીજું કંઈ તેમને ઉપાદેય નથી. અપહતસંયમધરોને પરમાગમના અર્થનું ફરીફરીને પ્રત્યભિજ્ઞાન થવામાં કારણભૂત એવું પુસ્તક તે જ્ઞાનનું ઉપકરણ છે; શૌચનું ઉપકરણ કાયવિશુદ્ધિના હેતુભૂત કમંડળ છે; સંયમનું ઉપકરણ-હેતુ પીંછી છે. આ ઉપકરણોને લેતી-મૂક્તી વખતે ઉદ્ભવતી પ્રયત્નપરિણામરૂપ વિશુદ્ધિ તે જ આદાનનિક્ષેપણસમિતિ છે એમ (શાસ્ત્રમાં) કહ્યું છે. [ હવે ૬૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે:] [ શ્લોકાર્થ-] ઉત્તમ પરમજિનમુનિઓની આ સમિતિ સમિતિઓમાં શોભે છે. ૧. અપહતસંયમી = અપહતસંયમવાળા મુનિ. [ અપવાદ, વ્યવહારનય, એકદેશપરિત્યાગ, અપહતસંયમ (હીણો-ઓછાવાળો સંયમ), સરાગચારિત્ર અને શુભોપયોગ-એ બધાં એકાર્થ છે.] ૨. ઉપેક્ષાસંયમી = ઉપેક્ષાસંયમવાળા મુનિ. [ ઉત્સર્ગ, નિશ્ચયનય, સર્વપરિત્યાગ, ઉપેક્ષાસંયમ, વીતરાગચારિત્ર અને શુદ્ધોપયોગ-એ બધાં એકાર્થ છે.] Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008271
Book TitleNiyamsara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy