________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨]
નિયમસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
संचारागोचरं प्रासुकमित्यभिहितम; प्रतिग्रहोचस्थानपादक्षालनार्चनप्रणामयोगशुद्धिभिक्षाशद्धिनामधेयैर्नवविधपण्यैः प्रतिपत्तिं कृत्वा श्रद्धाशक्त्यलब्धताभक्तिज्ञानदयाक्षमाऽभिधानसप्तगुणसमाहितेन शुद्धेन योग्याचारेणोपासकेन दत्तं भक्तं भुंजानः तिष्ठति यः परमतपोधन: तस्यैषणासमितिर्भवति। इति व्यवहारसमितिक्रमः। अथ निश्चयतो जीवस्याशनं नास्ति परमार्थतः, षट्प्रकारमशनं व्यवहारतः संसारिणामेव भवति।
તથા વો
સમયસારે (?)
"णोकम्मकम्महारो लेप्पाहारो य कवलमाहारो। उज्ज मणो वि य कमसो आहारो छव्विहो यो।।''
સંચારને અગોચર તે પ્રાસુક (અન્ન)-એમ (શાસ્ત્રમાં) કહ્યું છે. *પ્રતિગ્રહ, ઉચ્ચ સ્થાન, પાદપ્રક્ષાલન, અર્ચન, પ્રણામ, યોગશુદ્ધિ (મન-વચન-કાયાની શુદ્ધિ ) અને ભિક્ષાશુદ્ધિ-એ નવવિધ પુણ્યથી (નવધા ભક્તિથી) આદર કરીને, શ્રદ્ધા, શક્તિ, અલુબ્ધતા, ભક્તિ, જ્ઞાન, દયા અને ક્ષમા-એ (દાતાના) સાત ગુણો સહિત શુદ્ધ યોગ્ય-આચારવાળા ઉપાસક વડે દેવામાં આવેલું (નવ કોટિએ શુદ્ધ, પ્રશસ્ત અને પ્રાસુક) ભોજન જે પરમ તપોધન લે છે, તેને એષણાસમિતિ હોય છે. આમ વ્યવહારસમિતિનો ક્રમ છે.
હવે નિશ્ચયથી એમ છે કે જીવને પરમાર્થે અશન નથી; છ પ્રકારનું અશન વ્યવહારથી સંસારીઓને જ હોય છે.
એવી રીતે શ્રી *સમયસારમાં (?) કહ્યું છે કે:
“[ ગાથાર્થ -] નોકર્મ-આહાર, કર્મ-આહાર, લેપ-આહાર, કવલ-આહાર, ઓજઆહાર અને મન-આહાર-એમ આહાર ક્રમશઃ છ પ્રકારનો જાણવો.''
* પ્રતિગ્રહુ = “આહારપાણી શુદ્ધ છે, તિષ્ઠ, તિષ્ઠ, તિષ્ઠ (-ઊભા રહો, ઊભા રહો, ઊભા
રહો)” એમ કહીને આહારગ્રહણની વિનતિ કરવી તે; કૃપા કરવા માટે વિનતિ આદરસન્માન, [ આમ પ્રતિગ્રહુ કરવામાં આવતાં, જો મુનિ કૃપા કરી ઊભા રહે તો દાતાના સાત ગુણોથી યુક્ત શ્રાવક તેમને પોતાના ઘરમાં લઈ જઈ, ઉચ્ચ સ્થાને બિરાજમાન કરી, પગ ધોઈને, પૂજન કરે છે અને પ્રણામ કરે છે. પછી મન-વચન-કાયાની શુદ્ધિપૂર્વક શુદ્ધ ભિક્ષા દે છે. ]
* અહીં ઉદ્ધત કરેલી ગાથા સમયસારમાં નથી પરંતુ પ્રવચનસારમાં (પ્રથમ અધિકારની ૨૦મી
ગાથાની તાત્પર્યવૃત્તિ-ટીકામાં) અવતરણરૂપે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com